ભારત સંભવત: વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા : OECD

ઓઇસીડીના આર્થિક દ્રષ્ટિકોણ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીન આવનારા કેટલાક વર્ષોમાં અમેરિકાને પાછળ છોડીને વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે એમ છે. જ્યારે ભારતે આ બાબતમાં તાજેતરમાં જાપાનને પાછળ છોડીને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકેનું સ્થાન મેળવી લીધું છે.
રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે વર્ષ 2020ની આસપાસ પ્રમુખ દેશોમાં ચીન સૌથી વધારે આર્થિક વૃદ્ધિ સાથે સૌથી આગળ રહેશે. ત્યાર બાદ ભારત તેનાથી પણ આગળ રહેશે. ઓઇસીડીની આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2030ની શરૂઆતની આસપાસ બ્રાઝિલ, રશિયા, ભારત. ઇન્ડોનેશિયા, ચીન અને દક્ષિણ આફ્રિકા (બ્રિક્સ) દેશોની જીડીપી મોટા ભાગે ઓઇસીડી દેશોની જીડીપીને બરાબર થઇ શકે છે. જો કે આ દેશોની જીડીપી ઓઇસીડી દેશોની જીડીપીના અડધાથી થોડી વધારે છે.












Click it and Unblock the Notifications
