For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતનો વિદેશી મુદ્રા ભંડાર તેજીથી ઘટ્યો

ભારતનો વિદેશી મુદ્રા ભંડાર તેજીથી ઘટ્યો

|
Google Oneindia Gujarati News

ભારતનો વિદેશી મુદ્રા ભંડાર 2.47 અબજ ડોલર ઘટીને 616.895 અબજ ડોલરના સ્તરે પહોંચી ગયો છે. રિઝર્વ બેંકે પોતાના આંકડા જાહેર કરતા જણાવ્યું કે આ ગિરાવટનું મુખ્ય કારણ વિદેશી મુદ્રા પરિસંપત્તિઓમાં કમી આવવી છે. જ્યારે અગાઉ 13 ઓગસ્ટ, 2021ના રોજ પૂરું થયેલ અઠવાડિયા દરમિયાન વિદેશી મુદ્રા ભંડાર 2.099 અબજ ડોલર ઘટીને 619.265 અબજ ડોલરના સ્તરે આવી ગયો હતો. અગાઉ 6 ઓગસ્ટે પૂરાં થયેલ અઠવાડિયા દરમિયાન દેશનો વિદેશી મુદ્રા ભંડાર 621.464 અબજ ડોલરના રેકોર્ડ સ્તર પર હતો.

વિદેશી મુદ્રા ભંડારના મામલામાં દુનિયાના ટૉપ 5 દેશ

વિદેશી મુદ્રા ભંડારના મામલામાં દુનિયાના ટૉપ 5 દેશ

  • ચીનઃ 3.37 ટ્રિલિયન ડોલર
  • જાપાનઃ 1.38 ટ્રિલિયન ડોલર
  • સ્વિત્ઝરલેન્ડઃ 1.08 બિલિયન ડોલર
  • ભારતઃ 616.890 બિલિયન ડોલર
  • રશિયાઃ 595.600 બિલિયન ડોલર
રિઝર્વ બેંકના આંકડા

રિઝર્વ બેંકના આંકડા

રિઝર્વ બેંક તરફથી જાહેર કરાયેલા સાપ્તાહિક ડેટા મુજબ સમીક્ષાધીન અઠવાડિયા દરમિયાન વિદેશી મુદ્રા ભંડારમાં ગિરાવટ આવવાનું મુખ્ય કારણ વિદેશી મુદ્રા સંપત્તિઓનું ઘટવું છે. આ કુલ ભંડારનો મોટો હિસ્સો હોય છે. આ દરમિયાન એફસીએ 3.365 અબજ ડોલર ઘટીને 573.009 અબજ ડોલરના સ્તરે આવી ગયો. ડોલરના હિસાબે બતાવવામાં આવેલી વિદેશી મુદ્રા સંપત્તિઓમાં યુરો, પાઉન્ડ અને યેન જેવી બીજી વિદેશી મુદ્રાઓના મૂલ્યમાં વધારો અથવા ઘટાડાના પ્રભાવને સામેલ કરવામાં આવે છે.

ભારતનું ગોલ્ડ રિઝર્વ વધ્યું

ભારતનું ગોલ્ડ રિઝર્વ વધ્યું

રિઝર્વ બેંક તરફથી જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ આ દરમિયાન ગોલ્ડ રિઝર્વ 91.3 કરોડ ડોલર વધીને 37.249 અબજ ડોલરના સ્તરે આવી ગયું છે. જ્યારે આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષ પાસે એસડીઆર 30 લાખ ડોલર ઘટીને 1.541 અબજ ડોલરના સ્તરે આવી ગયું છે. આરબીઆઈ મુજબ સમીક્ષાધની સપ્તાહ દરમિયાન આઈએમએફ પાસે હાલના ભારતનું વિદેશી મુદ્રા ભંડાર 1.5 અબજ ડોલર ઘટીને 5.096 અબજ ડોલરના સ્તરે આવી ગયું છે.

English summary
India's foreign exchange reserves decreased by 2.47 billion dollar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X