For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2016 સુધી ચીનથી આગળ નીકળી જશે ભારત: આઇએમએફ

By Super Admin
|
Google Oneindia Gujarati News

વોશિંગ્ટન, 21 જાન્યુઆરી: ભારત માટે એક ખુશીના સમાચાર છે કે 2016માં ભારત ગ્રોથ રેટના મામલામાં ચીનને પછાડી દેશે. ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ(IMF)એ જણાવ્યું છે કે આ વર્ષે ભારતનો ગ્રોથ રેટ 6.3 ટકા રહેશે અને 2016માં 6.5 ટકા થઇ જશે. આઇએમએફ એ નવી સરકારના રિફોર્મ્સને આશાજનક ગણાવ્યું, પરંતુ તેનું ક્રિયાન્વયન મહત્વનું છે.

આઇએમએફ દ્વારા જારી કરવામાં આવેલી વર્લ્ડ ઇકોનોમિક રિપોર્ટ અપડેટમાં કહેવામાં આવ્યું છે કે 2014માં ભારતનો ગ્રોથ રેટ 5.8 ટકા રહ્યો છે જ્યારે ચીનનો 7.4 ટકા રહ્યો છે. 2013માં ભારતનો ગ્રોથ રેટ 5 ટકા હતો જ્યારે ચીનનો 7.8 ટકા હતો. આઇએમએફે જણાવ્યું કે 2015માં ભારતનો ગ્રોથ રેટ 6.3 રહેવા અને 2016માં 6.5 ટકા રહેવાનું અનુમાન છે. એનો અર્થ એ થયો કે ગ્રોથ રેટના મામલામાં ભારત 2016માં ચીનને પછાડી દેશે. ચીનમાં 2014ના ત્રીજા ક્વાર્ટરમાં ઇન્વેસ્ટમેન્ટ ગ્રોથમાં ઘટાડો નોંધાયો છે, અને તેના મોટા ઇન્ડિકેટર્સ સ્લોડાઉન તરફ સંકેત કરી રહ્યા છે. આઇએમએફનું કહેવું છે કે ચીનમાં ઓછામાં ઓછો ગ્રોથ રેટ હોવાથી મહત્વના ક્ષેત્રીય પ્રભાવ થશે.

india
આઇએમએફના રિસર્ચ ડિપાર્ટમેંટના ડેપ્યુટી ડાયરેક્ટર ગ્યાન મારિયાએ જણાવ્યું કે 'મારું માનવું છે કે નવા વડાપ્રધાન દ્વારા લાવવામાં આવેલી સુધારની યોજનાઓ આશાજનક છે. અમને આશા છે કે ઝડપની સાથે તેને ક્રિયાન્વિત કરવામાં આવે.'

એક સવાલના જવાબમાં આઇએમએફના અધિકારીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારના આર્થિક સુધાર અંગે કોઇ પણ ભવિષ્યવાળી કરવી મુશ્કેલ છે કારણ કે સંરચનાત્મક સુધાર છે અને ધીરે-ધીરે વધી રહ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઓઇલની કિંમતોમાં ઘટાડાથી ગ્લોબલ ગ્રોથને પ્રોત્સાહન મળશે. ગ્લોબલ ગ્રોથને 2015-16માં 3.5 અને 3.7 ટકા રહેવાનું અનુમાન છે.

English summary
India is expected to grow at 6.3 per cent this year and 6.5 per cent in 2016 by when it is likely to cross China's projected growth rate, the IMF said on Tuesday while terming the new government's reforms as "promising" but insisted that their implementation is key.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X