ભારત સરકારે લેપટૉપ, ટેબ્લેટ અને કમ્યુટરની આયાત પર મૂક્યો પ્રતિબંધ
ભારત સરકારે ગુરુવારે લેપટોપ, ટેબલેટ અને પર્સનલ કોમ્પ્યુટરની આયાત પર તાત્કાલિક નિયંત્રણો લાદતી નોટિસ જાહેર કરી હતી તેમ રોઇટર્સે સરકારી સૂચનાને ટાંકીને અહેવાલ આપ્યો છે.
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું હતું કે, "એચએસએન 8741 હેઠળ આવતા લેપટોપ, ટેબ્લેટ, ઑલ-ઇન-વન પર્સનલ કમ્પ્યુટર્સ અને અલ્ટ્રા સ્મોલ ફોર્મ ફેક્ટર કમ્પ્યુટર અને સર્વરની આયાત પ્રતિબંધિત રહેશે' અને તેમની આયાતને માન્ય લાયસન્સના આધારે સામે મંજૂરી આપવામાં આવશે.

મંત્રાલયે જણાવ્યું હતું કે, આ પ્રતિબંધ સમયાંતરે સુધારેલા બેગેજ નિયમો હેઠળ આયાત પર લાગુ થશે નહીં. ઇ-કોમર્સ પોર્ટલ પરથી પોસ્ટ અથવા કુરિયર દ્વારા ખરીદવામાં આવેલા કમ્પ્યુટર સહિત 1 લેપટોપ, ટેબ્લેટ, ઑલ-ઇન-વન પર્સનલ કમ્પ્યુટર અથવા અલ્ટ્રા સ્મૉલ ફાર્મ ફેક્ટર કમ્પ્યુટરની આયાત માટે આયાત લાઇસન્સીંગ આવશ્યકતાઓમાંથી છૂટ આપવામાં આવે છે. આયાત પર લાગુ પડતી ડ્યૂટીની ચૂકવણીને આધીન રહેશે.
એપ્રિલ-જૂનના સમયગાળા દરમિયાન, લેપટોપ, ટેબ્લેટ અને પર્સનલ કોમ્પ્યુટર સહિત ઇલેક્ટ્રોનિક્સની આયાત $19.7 બિલિયનની હતી, જે વાર્ષિક ધોરણે 6.25% નો વધારો દર્શાવે છે.
ન્યૂઝ એજન્સીએ ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ સંસ્થા મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન ઓફ ઇન્ફોર્મેશન ટેક્નોલોજીના ભૂતપૂર્વ ડિરેક્ટર જનરલ અલી અખ્તર જાફરીને ટાંકીને જણાવ્યું હતું કે, "આ પગલાની ભાવના ભારતમાં ઉત્પાદનને આગળ ધપાવવાની છે. આ કોઈ આંચકો નથી, આ એક પુશ છે."
નોંધનીય છે કે ડેલ, એસર, સેમસંગ, એલજી, પેનાસોનિક, એપલ ઇન્ક, લેનોવો અને એચપી ઇન્ક એ અગ્રણી કંપનીઓ છે જે લેપટોપ અને પીસીનું વેચાણ કરે છે, તેમના ઉત્પાદનોનો નોંધપાત્ર હિસ્સો ચીન જેવા દેશોમાંથી આયાત કરવામાં આવે છે.












Click it and Unblock the Notifications
