For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખાનગી કંપનીઓના હાથમાં આ ટ્રેનોની કમાન, જાણો ભાડા પર અસર

ટ્રેન દ્વારા મુસાફરી કરનારા મુસાફરો માટે આ સમાચાર ખાસ છે. ખાસ એટલા માટે કારણ કે હવે રેલવે કેટલીક ટ્રેનોની જવાબદારી ખાનગી કંપનીઓને સોંપવાની તૈયારી કરી રહી છે.

|
Google Oneindia Gujarati News

ટ્રેન દ્વારા મુસાફરી કરનારા મુસાફરો માટે આ સમાચાર ખાસ છે. ખાસ એટલા માટે કારણ કે હવે રેલવે કેટલીક ટ્રેનોની જવાબદારી ખાનગી કંપનીઓને સોંપવાની તૈયારી કરી રહી છે. રેલવે મુસાફરોને વધુ સારી સેવાઓ પૂરી પાડવા માટે રેલવે નવી યોજનાઓ પર કામ કરી રહી છે, જેના હેઠળ કેન્દ્ર સરકાર ખાનગી કંપનીઓને 100 દિવસમાં કેટલાક માર્ગો પર ટ્રેન ચલાવવા માટે ટેન્ડર આપશે. આ યોજના ઓછી ભીડવાળા અને પર્યટનની દૃષ્ટિથી મહત્વપૂર્ણ રસ્તાઓ માટે બનાવામાં આવેલી યોજના છે. ખાનગી કંપનીઓના હાથમાં ખાસ ટ્રેનોની જવાબદારીઓને સોંપવાની યોજના પર રેલવે કામ કરી રહી છે.

આ પણ વાંચો: ડ્રાઇવિંગ લાયસન્સ અંગે મોદી સરકારનો મોટો નિર્ણય, નિયમો બદલાયા

રેલવે ખાનગી કંપનીઓને સોંપશે કમાન

રેલવે ખાનગી કંપનીઓને સોંપશે કમાન

ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયાની એક રિપોર્ટ અનુસાર, રેલવે શરૂઆતમાં ખાનગી કંપનીઓને બે ટ્રેનોની જવાબદારી સોંપીને ટ્રાયલ કરવા માંગે છે. આઇઆરસીટીસીને બે ટ્રેનોની જવાબદારી સોંપવાની તૈયારી કરી રહ્યા છે. શતાબ્દી અને રાજધાની જેવી પ્રીમિયમ ટ્રેનોની કમાન ખાનગી હાથોમાં સોંપવામાં આવી શકે છે. ખાનગી કંપનીઓના હાથમાં સોંપવાનો હેતુ વધુ સારી સુવિધાઓ પૂરી પાડવાનો છે. આ રીતે, રેલ્વેનો ખર્ચ ઓછો થશે અને તેમાં મુસાફરોને સારી સેવાઓ મળશે.

રેલવેની પાસે આ જવાબદારી

રેલવેની પાસે આ જવાબદારી

સૂત્રોના જણાવ્યા મુજબ, રેલવે મંત્રાલય ખાનગી કંપનીઓને પરમિટ જારી કરશે, પરંતુ રેલવેના ડબ્બા અને એન્જિનની જવાબદારી ફક્ત રેલવે પાસે જ હશે, જ્યારે સ્ટાફ સહિતની સુવિધાઓની જવાબદારી ખાનગી કંપનીઓ પર હશે. રેલવેએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ કંપનીઓને ટેન્ડર આપતા પહેલા યૂનિયન્સ સાથે વિચાર કરશે.

ભાડા પર શું અસર થશે

ભાડા પર શું અસર થશે

રેલવે બોર્ડના અધ્યક્ષ વી.કે. યાદવે જણાવ્યું હતું કે ખાનગી કંપનીઓને રેલવે વતી બોલી લગાવવાની તક આપવામાં આવશે. રેલવેની આ યોજના વિશે એક પ્રશ્ન ઉભો થઇ રહ્યો છે કે આ નિર્ણયથી પેસેન્જરના ભાડા પર શું અસર થશે. ભાડા અંગે, રેલ્વે બોર્ડ યોજના તૈયાર છે, જેના આધારે ભાડાંની ઉપલી સીમા રેલ્વે દ્વારા નક્કી કરવામાં આવશે. તેથી ખાનગી કંપની નિયત ભાડાથી વધુ વસુલ કરી શકશે નહીં.

English summary
Indian Railways is planning to get private firms onboard to run passenger trains
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X