For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સૌથી નીચલા સ્તરે પહોંચ્યો રૂપિયો, ડોલરની સરખામણીમાં 70.82 પર

ભારતીય રૂપિયામાં સતત ઘટાડો થઇ રહ્યો છે. અમેરિકી ડોલરની સરખામણીમાં રૂપિયો આજે 70.82 પર પહોંચી ચુક્યો છે, જે તેના સૌથી નીચલા સ્તરે છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

ભારતીય રૂપિયામાં સતત ઘટાડો થઇ રહ્યો છે. અમેરિકી ડોલરની સરખામણીમાં રૂપિયો આજે 70.82 પર પહોંચી ચુક્યો છે, જે તેના સૌથી નીચલા સ્તરે છે. શેર બજારોમાં ગુરુવારે ફ્લેટ સ્તરે કારોબાર જોવા મળે છે. સેન્સેક્સ આજે 74 અંક ઉપર એટલે કે 38796.98 પર ખુલ્યો છે. તેને 38819.06 જેટલા ઉંચા સ્તરે પહોંચી ગયો છે.

indian currency

ડોલરની સરખામણીમાં રૂપિયાનો ઘટાડો અટકી નથી રહ્યો. ગુરુવારે તે 70.82 જેટલા નીચલા સ્તરે પહોંચી ગયો હતો. ગુરુવારે માર્કેટ ખુલતાની સાથે જ રૂપિયો તેના નીચલા સ્તરે પહોંચી ગયો હતો. ડોલરના મુકાબલે રૂપિયો 70.82 પર રહ્યો. આપને જણાવી દઈએ કે બુધવારે રૂપિયો 70.59 પર બંધ થયો હતો. આ અત્યારસુધીનું સૌથી નીચલું ક્લોઝિંગ સ્તર છે.

આ પણ વાંચો: 4 મહિનામાં કામ કરતાં બંધ થઈ જશે SBIનાં ATM કાર્ડ!

જયારે નિફટીની શરૂઆત 4 પોઇન્ટ ઉપર 11694.75 પર થયી અને તે 11698.80 સુધી પહોંચયું. પરંતુ થોડા જ સમયમાં બજારમાં ઘટાડો આવી ગયો. નિફટી પર પીએસયુ બેંક માં 0.9% જેટલો ઘટાડો જોવા મળ્યો છે. જયારે મીડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં પણ વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: આગામી એક વર્ષના રોકાણ માટેના 5 શ્રેષ્ઠ વિકલ્પો

English summary
After a marginal gap down opening the Indian rupee touched a record low of 70.81 per dollar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X