For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

4 મહિનામાં કામ કરતાં બંધ થઈ જશે SBIનાં ATM કાર્ડ!

દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ ઑફ ઈન્ડિયાના લાખો એટીએમ કાર્ડ 31 ડિસેમ્બર સુધીમાં બંધ થઈ જશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ ઑફ ઈન્ડિયાના લાખો એટીએમ કાર્ડ 31 ડિસેમ્બર સુધીમાં બંધ થઈ જશે. જેને લઈને સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયાએ પોતાની વેબસાઈટ અને ટ્વિટર દ્વારા લોકોને માહિતી આપી છે. SBIએ પોતાના ગ્રાહકોને સલાહ આપી છે કે જેમની પાસે પણ જૂના મેગસ્ટ્રિપ કાર્ડ છે તે 31 ડિસેમ્બર પહેલા બદલાવી લેવા, નહીંતર 31 ડિસેમ્બર બાદ તમામ મેગસ્ટ્રિપ વાળાં કાર્ડ બ્લૉક થઈ જશે. સુરક્ષાની પુષ્ટિ કરવા ખાતર સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયાએ આવું કર્યું છે. આ પણ વાંચો- SBIની આ વાત ન માની તો બંધ થઈ જશે તમારું બેંક અકાઉન્ટ!

કેવી રીતે ઓળખશો કે તમારું કાર્ડ મેગસ્ટ્રિપ કાર્ડ છે કે નહીં

કેવી રીતે ઓળખશો કે તમારું કાર્ડ મેગસ્ટ્રિપ કાર્ડ છે કે નહીં

તમને જણાવી દઈએ કે એટીએમની પાછળની બાદુ કાળી પટ્ટી હોય છે. આ કાળી પટ્ટીને મેગ્નેટિક સ્ટ્રિપ કહેવાય છે. આ સ્ટ્રિપમાં તમારા ખાતાની સંપૂર્ણ માહિતી હોય છે. જો તમારા ડેબિટ કાર્ડમાં આગળની બાજુ કોઈપણ પ્રકારની ચિપ નથી લાગી તો તમારું કાર્ડ મેગસ્ટ્રિપ ડેબિટ કાર્ડ છે. જ્યારે તમારા કાર્ડમાં સામેની બાજુ કોઈ ચિપ લાગેલી છે તો તમારું એટીએમ કાર્ડ ઈએમવી ચિપ ડેબિટ કાહર્ડ છે. જો તમારું ઈએમવી કાર્ડ હોય તો તેને બદલવાની જરૂર નથી.

કેવી રીતે બદલાવશો કાર્ડ

કેવી રીતે બદલાવશો કાર્ડ

સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયાએ જણાવ્યા મુજબ જો કોઈ મેગસ્ટ્રિપ એટીએમ કાર્ડ હોય છે તો તે 31 ડિસેમ્બર બાદ કામ કરતું બંધ થઈ જશે. સ્ટેટ બેંકના ખાતા ધારકોએ તેની પહેલા દરેક વર્ષે પોતાનું એટીએમ કાર્ડ બદલવું પડશે. જૂનાં ડેબિટ કાર્ડ 31 ડિસેમ્બર બાદ કામ કરતાં બંધ થઈ જશે. બેંક આ અંગે પોતાના ગ્રાહકોને મેસેજ અને ઈમેલ દ્વારા સંદેશો મોકલી રહી છે. નવા કાર્ડ માટે ગ્રાહકોએ કોઈપણ પ્રકારનો ચૂર્જ આપવો નહીં પડે.

કઈ રીતે મેળવશો નવું કાર્ડ

કઈ રીતે મેળવશો નવું કાર્ડ

બેંકો પોતાના ગ્રાહકોને બની શકે તેટલી જલદી ઈવીએમ ચિપ વાળા ડેબિટ કાર્ડ લેવાની સલાહ આપી છે. તમે બેંકની બ્રાન્ચમાં જઈને કે ઘરે બેઠા પણ પોતાના એટીએમ કાર્ડ બદલી શકો છો. નવા કાર્ડ માટે તમે ઓનલાઈન બેંકિંગથી અપ્લાય કરી શકો છો. આ ઉપરાંત બેંકની બ્રાન્ચમાં જઈને અપ્લાય કરવું પડશે. આના માટે કોઈ ચાર્જ વસૂલવામાં નહીં આવે. એટલું જ નહીં ગ્રાહકો પાસેથી કોઈપણ પ્રકારનું વાર્ષિક મેન્ટેનન્સ ચાર્જ પણ વસૂલવામાં નહીં આવે.

મફતમાં બદલાવો કાર્ડ

મફતમાં બદલાવો કાર્ડ

એસબીઆઈએ ગ્રાહકોને એટીએમ બદલવા માટે કોઈપણ પ્રકારનો ચાર્જ ન લેવાની ઘોષણા કરી છે. ગ્રાહકોએ મેગસ્ટ્રિપ કાર્ડને ઈએમવી કાર્ડથી બદલવા માટે હોમ બ્રાન્ચે જવું પડશે. આ ઉપરાંત ત્યાં જઈને ઈન્ટરનેટ બેંકિંગ દ્વારા તમે કાર્ડ બદલવા માટે અપ્લાય કરી શકો છો.

English summary
SBI ATM Card block after 31 December: How to apply for new Debit card, how to know Magstripe card, read full detail here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X