For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય શેર માર્કેટ વિશ્વના શ્રેષ્ઠ શેર માર્કેટ પૈકી એક

|
Google Oneindia Gujarati News

indian-stock-market
નવી દિલ્હી, 1 મે : ભારતીય આયોજન પંચના ઉપાધ્યક્ષ મોન્ટેક સિંહ અહલુવાલિયાએ જણાવ્યું છે કે 'મૂડી બજાર સાથે તેમને વિશેષ લગાવ છે.અને ભારતીય અર્થ વ્યવસ્થાનું આ જ એક ક્ષેત્ર છે કે જે લગભગ વિશ્વસ્તરનું બની ગયું છે.'

તેમણે આવનારા સમયમાં ભારતીય મૂડી બજારને વૈશ્વિક માપદંડો અનુસાર ઉચ્ચસ્તરીય બનાવવા પર ભાર મૂક્યો હતો. અહલુવાલિયાએ એમ પણ જણાવ્યું કે ભારતીય બજારોએ ઘણી પ્રગતિ કરી છે. ભારતીય શેર બજારે સમયાંતરે ઉભા થતા દબાણને સારી રીતે સંભાળ્યું છે.

એશીના દાયકાના અંતિમ વર્ષોમાં પોતાના કાર્યકાળ દરમિયાનબજાર નિયંત્રક સેબીની રચનાની દિશામાં મહત્વની ભૂમિકા ભજવનાર અહલુવાલિયાએ જણાવ્યું કે ભારતીય બજારોએ ત્યાર બાદ સારી પ્રગતિ કરી છે.

અહલુવાલિયાએ જણાવ્યું કે "હું સ્પષ્ટરીતે જણાવું છું કે મૂડી બજારો સાથે મને વિશેષ આકર્ષણ છે." તેઓ નવી દિલ્હીમાં શેર બજાર વિનિયામકોના એક આંતરરાષ્ટ્રીય સંમેલનને સંબોધિત કરી રહ્યા હતા. શેર બજાર પંચના આંતરરાષ્ટ્રીય સંગઠનની એશિયા પ્રાંતની ક્ષેત્રિય સમિતિની ત્રણ દિવસની બેઠકનું આયોજન સેબીએ કર્યું હતું.

મૂડી બજાર સાથે અહલુવાલિયાના જોડાણ અંગે સેબીના અધ્યક્ષ યુ કે સિંહાએ જણાવ્યું કે સેબીની રચના પહેલા નિર્ણયોના અપીલની સુનવણી સરકાર જ કરતી હતી. આ અપીલ સાંભળવાનું કામ અહલુવાલિયા કરતા હતા. સુનવણી દરમિયાન જ્યારે વકીલો તેમને માય લોર્ડ કહેતા હતા ત્યારે તેઓ ખૂબ રોમાંચ અનુભવતા હતા.

English summary
Indian stock market is among world best stock markets.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X