સ્વિસ બેન્કમાં શા માટે ઓછું થયું ભારતીય ધન?
મુંબઇ, 21 જૂનઃ જ્યારે પણ કાળા નાણાંની વાત આવે છે, ત્યારે દરેક વ્યક્તિના મોઢા પર એક જ વાત સાંભળવા મળે છે, 'પૈસા સ્વિસ બેન્ક પહોંચી ગયા હશે.' દરરોજ વધતા ગોટાળાને જોઇને તમે જો એમ વિચારી રહ્યાં છો તો સ્વિસ બેન્કમાં ભારતીયોના નાણાં સતત વધી રહ્યાં છે, તો તમારી આ ખોટી સમજને અમે દૂર કરવા માગીએ છીએ. સાચુ તો એ છે કે ભારતીયના નાણાં વધી રહ્યાં નથી પરંતુ ઘટી રહ્યાં છે. છેલ્લા છ વર્ષોના આંકડા જોવામાં આવે તો અંદાજે 78 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
સ્વિસ બેન્કમાં જમા ભારતીય નાણાં પર એક રિપોર્ટ જારી કરવામાં આવી છે, જે અનુસાર 2012માં સ્વિસ બેન્કમાં જમા ભારતીયોનું ધન 9000 કરોડ રૂપિયા થઇ ગયું છે. જ્યારે 2006માં આ રકમ 41400 કરોડ રૂપિયા હતી. જે 2002માં 18800 કરોડ હતી. 2007માં ઘટાડાનો દોર શરૂ થઇ ગયો. ઘટાડાના કારણે 2007માં ધન ઘટીને 27500 થઇ ગયું.













Click it and Unblock the Notifications
