ક્વાર્ટર 2માં ઇન્ફોસિસનો નફો 24.29% વધી રૂ. 2,369 કરોડ

કંપનીએ શુક્રવારે મુંબઇ શેરબજારને આપેલી માહિતી અનુસાર તેની આવકમાં 21.7 ટકાનો વધારો થઇ 9,858 કરોડ રૂપિયા થઇ હોવાનું જણાવ્યું હતું. ગયા વર્ષે આ સમયગાળા દરમિયાન આવક 8,099 કરોડ રૂપિયા હતી.
ઇન્ફોસિસના સીએફઓ વી. બાલાકૃષ્ણન 31 ઑક્ટોબરે પદ છોડવાના છે. તેઓ છેલ્લા 6 વર્ષથી આ પદ ઉપર કાર્યરત છે. તેઓ બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં ચાલુ રહેશે અને ઇન્ફોસિસ બીપીઓ, ફિનેકલ અને ઇન્ડિયા બિઝનેસ યુનિટની કામગીરી સંભાળશે.
પરિણામો અંગે કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારી અને મુખ્ય વ્યવસ્થાપક એસ ડી શિશૂબાલે જણાવ્યું કે હાલમાં પણ આઇટી ઉદ્યોગને અનિશ્ચિતતાનો સામનો કરવો પડી રહ્યો છે.












Click it and Unblock the Notifications
