For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતનું ગર્વ: ધીરૂભાઇ અંબાણીના 80મા જન્મદિવસે તેમની જીવનગાથાના અંશો

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

dhirubhai-ambani
28 ડિસેમ્બર, અમદાવાદ : 6,જૂલાઇ 2002ના રોજ દેશ સહિત દુનિયાભરના રોકાણકારોને એક જોરદાર ઝાટકો લાગ્યો હતો, તે દિવસે રિલાયન્સના સંસ્થાપક ધીરૂભાઇ અંબાણીનું અવસાન થયું હતું અને દેશના શેરબજારમાં તો સન્નાટો ફેલાઇ ગયો હતો. કારણ કે ધીરૂભાઇ અંબાણીનું તો ભારતીય શેરબજાર પર વર્ચસ્વ હતું. આજે તેમના 80મા જન્મદિવસ નિમિત્તે તેમના જીવન વિશેની કેટલીક રસપ્રદ વાતોને જાણીએ.

ભારતના સૌથી મોટા ઔદ્યોગિક સામ્રાજ્યના સ્થાપક સાહસિક ધીરૂભાઇ અંબાણીનો જન્મ 28 ડિસેમ્બર 1932 ના રોજ ગુજરાતના જૂનાગઢ જીલ્લાના ચોરવાડ ખાતે થયો હતો. તેમના પિતાનું નામ હિરાચંદ અને માતાનું નામ જમુનાબેન છે. જ્યારે તેમની પત્નીનું નામ કોકિલાબેન છે. ધીરૂભાઇ અંબાણીના પરિવારમાં બે પુત્રો અને પુત્રીઓનો સમાવેશ થાય છે. તેમના પુત્રોનું નામ મુકેશ અંબાણી અને અનિલ અંબાણી છે અને બે પુત્રીઓનું નામ નીના અને દિપ્તી છે. તેમને મેટ્રીક સુધીનો અભ્યાસ કર્યો છે.

1949માં 16 વર્ષની વયે ધીરૂભાઇ એ પોતાની જીવનની શરૂઆત સામાન્ય એડન મુકામે એ. બેસ્સ. એન્ડ કું. નામની ફ્રેંચ ટ્રેડિંગ કંપનીમાં પેટ્રોલપંપ પર 300 રૂપિયાના પગારથી ક્લાર્ક તરીકેની નોકરી સ્વિકારી હતી. પોતાની મહેનત અને કોઠાસુઝ ને લીધે ટુંક સમય માં શેલ કંપની મા મેનેજર પદે પહોચી ગયા. તેઓ અત્યંત સામાન્ય પરિવારમાંથી આવતા હતા. તેઓ મોઢવણિક પરિવારમાંથી આવતા હતા.

1962માં ધીરૂભાઇ અંબાણી ભારત પાછા આવ્યા અને રિલાયન્સ કંપનીની શરૂઆત કરી. શરૂઆતમાં રિલાયન્સ પોલિયસ્ટર યાર્નની આયાત અને મસાલાની નિકાસ કરતા હતા. રિલાયન્સ કમર્શીયલની પ્રથમ ઓફિસ મસ્જીદ બંદરની નરસિનાથ ગલી ખાતે શરૂ કરવામાં આવી. જે માત્ર એક રૂમની ઓફિસ હતી. 1965માં તેમના ભાગીદાર ચંપકલાલ દામાણી અને ધીરૂભાઇ અંબાણી બંન્ને છૂટાં પડ્યાં. ત્યારબાદ ધીરૂભાઇએ પોતાના સ્વતંત્ર ધંધાની શરૂઆત કરી.

1966માં તેમણે અમદાવાદના નરોડામાં ટેક્સટાઇલની ફેક્ટરીની સ્થાપના કરી, જેને 1978થી લોકો ‘વિમલ' ના નામે જાણે છે. ધીરૂભાઇ એક સાહસિકવૃત્તિ હોવાનું માનવામાં આવે છે. ૧૯૬૮ મા તેમણે દક્ષિણ મુંબઇના અલ્ટ્રા માઉન્ટ રોડ ખાતેના વૈભવી એપાર્ટમેન્ટમાં રહેવા ગયા. 1970ના દસકાના અંત સુધીમાં તેમની અંદાજીત સંપત્તિ 10 લાખ રૂપિયા હતી. 1977માં રિલાયન્સને પબ્લીક લિ. કંપની કરી.

1991 - હજીરા પ્રોજેક્ટની શરૂઆત કરી. તેમની લોકો સાથે કામ કરવાની આવડત દંતકથા સમાન હતી. તેઓ ‘મોકળા દરવાજા' ની નીતિ ને અનુસરતા. કર્મચારીઓ સરળતાથી તેમની કેબિનમાં જઇને પોતાની સમસ્યાઓની ચર્ચા કરી શકતા. કર્મચારીઓ, શેરધારકો, પત્રકારો કે પછી સરકારી અધિકારીઓ જેવા વિવિધ વર્ગો સાથે કામ કરવાની પોતાની આગવી પદ્ધતિ હતી.

1992માં તેમને વિદેશી ભંડોળ શેરબજારની ભાષામાં જી.ડી.આર. લાવનાર પ્રથમ ભારતીય કંપની હતી. તેમની મહેનત અને અગાથ પરિશ્રમના કારણે રિલાયન્સ દિવસ-રાત પ્રગતિના શીખરો સર કરવા લાગી. અને 1999માં તેમને જામનગર ખાતે વિશ્વની સૌથી મોટી રીફાઇનરી નો આરંભ કર્યો.

2002માં સરકારી કંપની આઇ.પી.સી.એલ. રિલાયન્સના સંચાલન હેઠળ આવી. ધીરૂભાઇ અંબાણીની દીર્ઘદ્રષ્ટિ, મહેનત અને કોઠાસુઝ ને લીધે આજે રિલાયન્સ જુથ ભારતની સૌથી મોટી ઉદ્યોગ સંસ્થા અને ફોર્ચ્યુન- 500 માં સ્થાન મેળવ્યું છે. વર્ષ 1976-1977માં 70 કરોડ રૂપિયાના ટર્ન ઓવરને માત્ર 15 જ વર્ષમાં 3,000 કરોડ પર પહોંચાડ્યું. રિલાયન્સ ગ્રુપ 85, 000 માણસોને રોજી આપતી ઉદ્યોગ સંસ્થા બની અને દેશભરમાં ગુજરાતનું નામ રોશન કર્યું. એશીયા વીક મેગેઝીન દ્વારા 1997-1998-2000 એમ ત્રણ વાર પાવર-50 એશિયાના સૌથી પ્રભાવશાળી વ્યક્તિ તરીકેનું સન્માન આપવામાં આવ્યું હતું.

FICCI (ફેડરેશન ઓફ ઇન્ડીયા ચેમ્બર્સ ઓફ કોમર્સ) દ્વારા 20મી સદીના ભારતીય ઉદ્યોગ સાહસિક તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. 2001 - ટાઇમ્સ ગ્રુપ ના ‘ઇકોનોમીક ટાઇમ્સ' દ્વારા ધી ઇકોનોમીક્સ ટાઇમ્સ એવોર્ડ ફોર કોર્પોરેટ એક્સેલેંસ થી નવાજવામાં આવ્યા હતા અને તેમના ફોટાવાળી ટપાલ ટિકીટ બહાર પાડવામાં આવી હતી.

સમયની કદમ તાલ મીલાવતાં ધીરૂભાઇ અંબાણીએ પોતાના ધંધામાં વૈવિદ્યકરણ લાવ્યા. પોતાનો મુખ્ય વ્યવસાય પેટ્રોકેમિકલ્સ ઉપરાંત ટેલિકોમ્યુનિકેશન્સ, ઇન્ફર્મેશન ટેકનોલોજી, એનર્જી, પાવર, રીટેલ, ટેક્સટાઇલ, ઇન્ફ્રાસ્ટ્રકચર, મૂડીબજાર વગેરે ક્ષેત્રે કારોબારનો વ્યાપ વધારતા ગયા. ધીરૂભાઇ અંબાણીનો આ સમગ્ર બિઝનેસ તેમના બે પુત્રો મુકેશ અને અનિલ અંબાણી વ્યક્તિગત રીતે સંભાળી રહ્યાં છે. થોડા સમય પહેલા બંન્ને ભાઇઓ મુકેશ અંબાણી અને અનિલ અંબાણી વચ્ચે મતભેદ સર્જાતા તેમના કારોબારનું વિભાજન કરવામાં આવ્યું હતું.

આજે તેમના 80 મા જન્મદિવસે તે પોતે હાજર નથી. પરંતુ, તેમની યાદો, સ્મૃતિઓ તેમના ગામ ચોરવાડમાં આજે પણ સચવાયેલા છે. ચોરવાડ ખાતેનું નિવાસ સ્થાન હાલના સમયે આજે પણ યથાવત સ્થિતીમાં રાખવામાં આવ્યું છે. તેમનું નિવાસ સ્થાન ‘ધીરૂભાઇનો ડેલો' તરીકે ઓળખાય છે. શુન્યમાંથી સર્જન કરી દેશનાં ટોચનાં ઉદ્યોગપતિ તરીકે નાંમના મેળવનાર ધીરૂભાઇએ કેવી રીતે સંઘર્ષ કરી રિલાયન્સ કંપનીની સ્થાપના કરી અને આજે તેનું સામ્રાજ્ય કેટલું છે તે સૌ કોઇ જાણે છે.

English summary
Here is a brief biography of Dhirubhai Ambani. Read about information on Indian entrepreneur and Indian Industrialist Dhiru Bhai Ambani
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X