
International Flights: આંતરરાષ્ટ્રીય ઉડાનો પર 28 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે પ્રતિબંધ
નવી દિલ્લીઃ International Flights Banned Till February 28. કોરોના સંકટના કારણે આંતરરાષ્ટ્રીય વિમાનો પર લગાવવામાં આવેલ પ્રતિબંધને 28 ફેબ્રુઆરી સુધી ચાલુ રાખવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. વિમાન ઉડ્ડયન મહાનિર્દેશાલયે(DGCA)આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ પર 28 ફેબ્રુઆરી સુધી માટે પ્રતિબંધ ચાલુ રાખ્યો છે. ગુરુવારે DGCA તરફથી એ માહિતી આપવામાં આવી છે જેમાં કોરોનાના નવા સ્ટ્રેનના જોખમની સંભાવનાના કારણે આંતરરાષ્ટ્રીય વિમાનો પર પ્રતિબંધ ચાલુ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. ગુરુવારે નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયે આની ઘોષણા કરીને કહ્યુ કે અમુક રુટો પર સ્થિતિને જોતા નિયમિત આંતરરાષ્ટ્રીય ઉડાનોની મંજૂરી આપી શકીએ છીએ. જેના પર હાલમાં વિચાર કરવામાં આવી રહ્યો નથી.
રેગ્યુલર વિમાન સેવા પર જ્યાં 28 ફેબ્રુઆરી સુધી પ્રતિબંધ ચાલુ રાખવામાં આવ્યો છે ત્યાં વંદેભારત મિશન દ્વારા વિદેશો માટે સીમિત ઉડાનો ચાલુ રહેશે. કોરોનાના નવા સ્ટ્રેનને જોતા એવિએશન મિનિસ્ટ્રીએ વિદેશોથી આવતા નાગરિકો માટે ગાઈડલાઈન્સ નક્કી કરી છે જેનુ પાલન કરવુ અનિવાર્ય છે. તમને જણાવી દઈએ કે કોરોના સંકટ બાદ ગયા વર્ષે 23 માર્ચથી જ આંતરરાષ્ટ્રીય ઉડાનો પર પ્રતિબંધ લાગેલો છે. વળી, વિદેશોમાં ફસાયેલા ભારતીયોને લાવવા માટે મે 2020માં વંદે ભારત મિશનની શરૂઆત કરવામાં આવી હતી.
DGCAએ કહ્યુ છે કે ઈન્ટરનેશનલ ફ્લાઈટો પર લગાવવામાં આવેલી રોકનો આંતરરાષ્ટ્રીય કાર્ગો વિમાનો અને વિશેષ મંજૂરી મેળવેલ ઉડાનોના સંચાલન પર અસર નહિ પડે. ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ પર બેનને 28 ફેબ્રુઆરી સુધી માટે વધારી દેવામાં આવ્યો છે. વળી, ડોમેસ્ટીક ફ્લાઈટોની સંખ્યા ધીમે ધીમે વધારવામાં આવી રહી છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે રજૂ કરશે આર્થિક સર્વેક્ષણ