For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇક્વિટી કે બોન્ડમાં રોકાણ? ક્યારે કયું રોકાણ છે શ્રેષ્ઠ?

|
Google Oneindia Gujarati News

ઘણીવાર ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ મૂંઝવણભર્યું બની જાય છે કારણ કે એકથી વધારે વિકલ્પો હોવાને કારણે આપણે ક્યારે અને શેમાં રોકાણ કરવાથી વધારે ફાયદો મળશે તે નક્કી કરી શકતા નથી.

રોકાણ વિશે એક વાત હંમેશા કહેવામાં આવે છે કે આપ એક જ જગ્યાએ રોકાણ કરવાને બદલે રોકાણમાં વિવિધતા રાખો. જો કે આ માટે વ્યક્તિને એ બાબતની જાણ હોવી જરૂરી છે કે માર્કેટની ચાલને આધારે ક્યારે સ્ટોકમાં રોકાણ કરવું જોઇએ અને ક્યારે બોન્ડમાં રોકાણ કરી શકાય.

ઇક્વિટીમાં રોકાણ કરવું કે ડેબ્ટમાં રોકાણ કરવું એ આપની ઉંમર ઉપર પણ આધાર રાખે છે. કારણ કે જેમ ઉંમર વધે છે તેમ જોખમ લેવાની ક્ષમતા ઘટે છે. મોટી ઉંમરે મોટા ભાગની વ્યક્તિઓ ડેબ્ટમાં રોકાણ કરવાનું પસંદ કરે છે.જ્યારે નાની વયે જોખમી રોકાણ એટલે કે ઇક્વિટીમાં બાજી લગાવી શકાય છે.

12-1418381921-investment-5

આ માટે ઇક્વિટી અને બોન્ડમાં રોકાણ વચ્ચેનો મૂળભૂત તફાવત આપણે સમજી લઇએ...

ઇક્વિટીની ખાસિયતો
1. ઇક્વિટી શેરહોલ્ડર્સ તેમના શેર્સની સંખ્યાના પ્રમાણે કંપનીમાં આંશિક ભાગીદાર હોય છે. શેરહોલ્ડર્સને તેમના રોકાણના બદલામાં ડિવિડન્ડ અને કેપિટલ એપ્રિસિએશન મળે છે.
2. જો કે ડિવિડન્ડ મળવું નિશ્ચિત હોતું નથી. કંપની નફો કરે ત્યારે જ ડિવિડન્ડ ચૂકવાય છે.
3. ઇક્વિટીને મેચ્યોરિટી ડેટ હોતી નથી.
4. ઇક્વિટી શેરહોલ્ડર્સને વોટિંગ રાઇટ્સ હોય છે.
5. ઇક્વિટીને લિક્વિડ એટલે કે નાણાકીય પ્રવાહિતાવાળું રોકાણ માનવામાં આવે છે. કારણ કે તે સ્ટોક એક્સચેન્જમાં શેરહોલ્ડરની મરજી મુજબ ખરીદી અને વેચી શકાય છે.
6. ઇક્વિટીમાં ઊંચા વળતરની સામે ઊંચું જોખમ પણ હોય છે.
7. કંપની બંધ થવાની હોય ત્યારે બોન્ડ હોલ્ડરને ચૂકવણી કર્યા બાદ ઇક્વિટી હોલ્ડરને નાણા ચૂકવાય છે.

બોન્ડની ખાસિયતો
1. બોન્ડ હોલ્ડર્સ કંપનીના લેણદાર છે.
2. બોન્ડ હોલ્ડર્સને તેમના રોકાણના બદલામાં ઇન્ટરેસ્ટ એટલે કે સમયાંતરે કૂપન પેમેન્ટ મળે છે.
3. મોટા ભાગના બોન્ડમાં મેચ્યોરિટી ડેટ નક્કી હોય છે.
4. બોન્ડ હોલ્ડર્સને વોટિંગ રાઇટ્સ હોતા નથી.
5. કંપની બંધ થવાની હોય ત્યારે બેન્ડ હોલ્ડર્સને ઇક્વિટી હોલ્ડર્સ કરતા પહેલા ચૂકવણી કરી દેવામાં આવે છે.
6. ઇક્વિટીની સરખામણીમાં બોન્ડની પ્રવાહિતા ઓછી છે.
7. બેન્ડમાં ઓછું જોખમ છે અને તે મધ્યમ વળતર આપે છે.

English summary
Equity or Bond Investment? Which is a Better Investment and When?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X