For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ રીતે ઘેર બેઠા વધારી શકશો તમારી માસિક આવક

|
Google Oneindia Gujarati News

દરરોજ વધતી જતી મોંધવારીને કારણે વધતો જતો માસિક ઘરખર્ચ તમારી કમરપર બોજ વધારી રહ્યો હશે. મોંઘવારીએ એવી સ્થિતિ ઉભી કરી છે કે અનેક વાર મોજ શોખની વસ્તુઓ છોડી દેવી પડી હશે. આવી સ્થિતમાં તમને એમ ચોક્કસ થતું હશે કે કાશ કોઇ એવું જાદુ થાય કે દર મહિને થોડી વધારે આવક મળે અને ઘરનું બજેટ તથા બાળકો અને તમારા મોજ શોખની થોડી ઇચ્છા પૂરી કરી શકાય.

તમારી માસિક આવકમાં થોડો વધારો થાય તો તમે તમારી ઇચ્છીત લાઇફસ્ટાઇલ તમે જીવી શકો છો. આ માટે તમારે કોઇ સાઇડ બિઝનેસ કે વર્ક ફ્રોમ હોમ કરવાની પણ જરૂર નથી. અમે આપના માટે એવી કેટલીક ટિપ્સ લઇને આવ્યા છીએ જેની મદદથી આપ ઘરે બેઠા, કોઇ પણ વધારાનું કામ કર્યા વગર વધારાની આવક મેળવી શકશો.

જો રે આ માટે તમારે થોડી બચત કરતા શીખવું પડશે. આ માટે આપે આપના માસિક પગારમાંથી નાનકડી રકમ બચાવીને તેનું રોકાણ કરવું પડશે. થોડા સમય સુધી આ રોકાણ કરતા રહ્યા બાદ દર મહિને આપને વધારાની આવક મળવાનું શરૂ થશે. આ માટે કયા વિકલ્પો છે તેની માહિતી ફાઇનાન્શિયલ કન્સલ્ટન્ટ પંકજ પ્રિયદર્શી આપે છે. તેઓ આઇઆઇટી ખડગપુરમાંથી બીટેક અને આઇએસબી હૈદરાબાદમાંથી એમબીએ થયેલા છે. આવો જાણીએ માસિક આવક વધારવાની ટિપ્સ...

સરકારી યોજનાઓ

સરકારી યોજનાઓ

નાની બચત દ્વારા માસિક આવક મેળવવા માટો મોટા ભાગના લોકો સરકારી બચત યોજનાઓને વધારે પ્રાધાન્ય આપતા હોય છે. કારણ કે તેમાં કોઇ મોટું જોખમ હોતું નથી. આ માટેનો સૌથી શ્રેષ્ઠ વિકલ્પ પોસ્ટ ઓફિસ અથવા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની યોજનામાં રોકાણ કરવું છે.

માસિક આવક પ્લાન

માસિક આવક પ્લાન

સરકારી પોસ્ટ ઓફિસ અથવા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં જઇને આપ આપની સુવિધા અનુસાર માસિક આવક યોજના એટલે કે મન્થલી ઇન્કમ પ્લાન પસંદ કરી શકો છો. ઉદાહરણ તરીકે તમે જો રૂપિયા 4.5 લાખનું રોકાણ કરશો તો આપને માસિક ધોરણે સરેરાશ રૂપિયા 3000 વ્યાજની આવક થશે.

આવકવેરામાં છૂટ

આવકવેરામાં છૂટ

આવી યોજનાની બીજી ખાસ બાબત એ છે કે તેમાં રોકાણ કરવાથી આપને આવક વેરાની કલમ 80 હેઠલ વેરામાં છૂટ પણ મળે છે. જો કે કોઇ પણ યોજનામાં રોકાણ કરતા પહેલા તેના વિશેની સંપૂર્ણ વિગતો મેળવી લેવી રોકાણકારના હિતમાં છે. આવી યોજનાઓમાં આપને વાર્ષિક 6થી 9 ટકાના દરે વ્યાજ મળે છે.

મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ

મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ

હવે ઘણી બધી બેંકો દ્વારા મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જો કે આવી યોજનાઓમાં જોખમનું પ્રમાણ વધારે હોય છે. આપને સતત નાણા ડૂબવાનો ભય રહ્યા કરે છે. આ કારણ સલાહ છે કે આપ મ્યુચ્યુઅલ ફંડમાં નાણા રોકવાની સાથે કેટલાક સરકારી કે બિનસરકારી ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડમાં પણ નાણા રોકો જેથી જોખમ ઓછું રહે.

ફંડમાં વ્યાજનું પ્રમાણ વધુ

ફંડમાં વ્યાજનું પ્રમાણ વધુ

મ્યુચ્યુઅલ ફંડમાં નાણા ડૂબી જવાનું જોખમ વધારે હોવા છતાં લોકો રોકાણ કરવાનું પસંદ કરે છે કારણ કે તેમાં 10થી 15 ટકા જેટલું વ્યાજ મળતું હોય છે. જેના કારણે માસિક આવક વધે છે. જો કે કેટલું વ્યાજ મળશે તેનો આધાર માર્કેટની સ્થિતિ પર આધાર રાખે છે. જો માર્કેટની સ્થિતિ સારી હોય તો આપને 15 ટકા જેટલા ઊંચા વ્યાજદરે વ્યાજ મળે છે. જેના કારણે માસિક આવક વધારે મળે છે.

બચત જરૂરી

બચત જરૂરી

આ માટે તમારે થોડી બચત કરતા શીખવું પડશે. આ માટે આપે આપના માસિક પગારમાંથી નાનકડી રકમ બચાવીને તેનું રોકાણ કરવું પડશે. થોડા સમય સુધી આ રોકાણ કરતા રહ્યા બાદ દર મહિને આપને વધારાની આવક મળવાનું શરૂ થશે.

સરકારી યોજનાઓ
નાની બચત દ્વારા માસિક આવક મેળવવા માટો મોટા ભાગના લોકો સરકારી બચત યોજનાઓને વધારે પ્રાધાન્ય આપતા હોય છે. કારણ કે તેમાં કોઇ મોટું જોખમ હોતું નથી. આ માટેનો સૌથી શ્રેષ્ઠ વિકલ્પ પોસ્ટ ઓફિસ અથવા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની યોજનામાં રોકાણ કરવું છે.

માસિક આવક પ્લાન
સરકારી પોસ્ટ ઓફિસ અથવા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં જઇને આપ આપની સુવિધા અનુસાર માસિક આવક યોજના એટલે કે મન્થલી ઇન્કમ પ્લાન પસંદ કરી શકો છો. ઉદાહરણ તરીકે તમે જો રૂપિયા 4.5 લાખનું રોકાણ કરશો તો આપને માસિક ધોરણે સરેરાશ રૂપિયા 3000 વ્યાજની આવક થશે.

આવકવેરામાં છૂટ
આવી યોજનાની બીજી ખાસ બાબત એ છે કે તેમાં રોકાણ કરવાથી આપને આવક વેરાની કલમ 80 હેઠલ વેરામાં છૂટ પણ મળે છે. જો કે કોઇ પણ યોજનામાં રોકાણ કરતા પહેલા તેના વિશેની સંપૂર્ણ વિગતો મેળવી લેવી રોકાણકારના હિતમાં છે. આવી યોજનાઓમાં આપને વાર્ષિક 6થી 9 ટકાના દરે વ્યાજ મળે છે.

મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ
હવે ઘણી બધી બેંકો દ્વારા મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જો કે આવી યોજનાઓમાં જોખમનું પ્રમાણ વધારે હોય છે. આપને સતત નાણા ડૂબવાનો ભય રહ્યા કરે છે. આ કારણ સલાહ છે કે આપ મ્યુચ્યુઅલ ફંડમાં નાણા રોકવાની સાથે કેટલાક સરકારી કે બિનસરકારી ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડમાં પણ નાણા રોકો જેથી જોખમ ઓછું રહે.

ફંડમાં વ્યાજનું પ્રમાણ વધુ
મ્યુચ્યુઅલ ફંડમાં નાણા ડૂબી જવાનું જોખમ વધારે હોવા છતાં લોકો રોકાણ કરવાનું પસંદ કરે છે કારણ કે તેમાં 10થી 15 ટકા જેટલું વ્યાજ મળતું હોય છે. જેના કારણે માસિક આવક વધે છે. જો કે કેટલું વ્યાજ મળશે તેનો આધાર માર્કેટની સ્થિતિ પર આધાર રાખે છે. જો માર્કેટની સ્થિતિ સારી હોય તો આપને 15 ટકા જેટલા ઊંચા વ્યાજદરે વ્યાજ મળે છે. જેના કારણે માસિક આવક વધારે મળે છે.

English summary
Investment options for increasing monthly income
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X