For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આવનારા દિવસોમાં ભારતમાં રોકાણ વધશે : જેટલી

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 12 જાન્યુઆરી : છેલ્લા સાત મહિનામાં બેંકોની મદદથી અમે ભારતીય અર્થતંત્રને પુન: ચેનતવંતુ બનાવવાના પગલાં લીધા છે. જેના કારણ આવનારા દિવસોમાં ભારતમાં રોકાણમાં મહત્વપૂર્ણ રીતે વધારો થવાનો છે. આ વાત નાણા પ્રધાન અરૂણ જેટલીએ જણાવી છે. તેમણે કહ્યું છે કે નરેન્દ્ર મોદીની આગેવાનીમાં એનડીએ સરકારે છેલ્લા કેટલાક મહિનાઓમાં અનેક પગલાં લીધા છે, જેના કારણે ભારતમાં રોકાણ પ્રત્યેનું વલણ ખૂબ પોઝિટિવ બન્યું છે.

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ચાલી રહેલા વાઇબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર સમિટ 2015ની સાથે સાથે પત્રકારો સાથેની મુલાકાતમાં તેમણે આ વાત જણાવી હતી.

arun-jaitaly-3

તેમણે જણાવ્યું કે સરકારની પ્રાથમિકતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મેન્યુફેક્ચરિંગમાં ઇન્સેન્ટિવાઇઝ એક્પેન્ડિચર્સમાં વધારે રૂપિયા ખર્ચવાની છે. જેના કારણે વિકાસને વેગ મળવાની સાથે મહત્તમ રોજગાર સર્જન કરી શકાશે.

તેમણે જણાવ્યું કે સમગ્ર દેશમાં એક સમાન ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) આવતા વર્ષથી લાગુ કરવામાં આવશે. સરકારે ગયા મહિને સંસદમાં જીએસટી બિલ રજૂ કર્યું હતું.

English summary
Investments set to rise significantly in coming days: Jaitley.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X