For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાનકાર્ડ માટે હવે ફરજિયાત જોઇશે બર્થ સર્ટિફિકેટ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

pancard
નવી દિલ્હી, 5 જૂલાઇ: ડુપ્લીકેટ પાનકાર્ડને અટકાવવાના ઉપાય શોધી રહેલી ઇન્કમ ટેક્સ વિભાગે હવે જન્મતારીખનું પ્રમાણપત્રને ફરજિયાત બનાવવાનું નક્કી કરી લીધુ છે. નાણામંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર રેશનકાર્ડ અને ભાડાચિઠ્ઠીને હવે ઓળખ તથા એડ્રેસનો પુરાવા તરીકે સ્વિકારવામાં નહી આવે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર બનાવટી રેશનકાર્ડ અને ભાડાચિઠ્ઠી રજૂ કરીને પાનકાર્ડ બનાવવાની ઘટનાઓ વધી ગઇ હતી. હવે પાનકાર્ડ બનાવવાની પ્રક્રિયાને પારદર્શી અને સુરક્ષિત બનાવવા માટે ટૂંક સમયમાં નવા ઉપાયોની જાહેરાત ઇન્કમ ટેક્સ વિભાગ કરશે. પરમેનન્ટ ખાતા નંબર (પાન) માટે અત્યાર સુધી બેક એન્કાઉન્ટ સ્ટેટમેન્ટ, પાસબુક, રેશનકાર્ડ, પાસપોર્ટ, વોટર આઇડી, ડ્રાઇવિંગ લાયસન્સ સહિત કેટલાક દસ્તાવેજ ઓળખાણ અને સરનામાના પુરાવા તરીકે સ્વિકારવામાં આવે છે. ઇન્કમ ટેક્ષ વિભાગને જાણવા મળ્યું હતું કે લોકો બનાવટી પાનકાર્ડનો ઉપયોગ ઓળખપત્ર તરીકે કરી રહ્યાં છે.

આંકડાઓ અનુસાર દેશમાં લગભગ 17 કરોડ લોકો પાસે પાનકાર્ડ છે. તેમનાં ફક્ત ત્રણ કરોડ જ ઇન્કમ ટેક્સ રિર્ટન દાખલ કરે છે. મોટાભાગે લોકો પાનકાર્ડનો ઉપયોગ ફક્ત ઓળખપત્ર તરીકે કરી રહ્યાં છે. નાણામંત્રાલયે ગત વર્ષે પાનકાર્ડ માટે નવું એપ્લિકેશન ફોર્મ 49A રજૂ કર્યું છે.

English summary
As part of its drive against fake Permanent Account Number, the Income-Tax Department is considering making proof of date-of-birth mandatory for issuance of PAN card.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X