For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જેટ એરવેઝ અઢી વર્ષ બાદ ફરી ઉડાન ભરશે, ખોટને કારણે બંધ કરવી પડી હતી

જેટ એરવેઝ ફ્લાઇટ્સના વિમાનો ટૂંક સમયમાં જ એરપોર્ટના રનવે પરથી ફરી ઉડતા જોવા મળશે. કંપનીના જણાવ્યા અનુસાર જેટ એરવેઝની ડોમેસ્ટિક ફ્લાઇટ 2022ના પ્રથમ નાણાકીય ત્રિમાસિક ગાળાથી શરૂ થશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : જેટ એરવેઝ ફ્લાઇટ્સના વિમાનો ટૂંક સમયમાં જ એરપોર્ટના રનવે પરથી ફરી ઉડતા જોવા મળશે. કંપનીના જણાવ્યા અનુસાર જેટ એરવેઝની ડોમેસ્ટિક ફ્લાઇટ 2022ના પ્રથમ નાણાકીય ત્રિમાસિક ગાળાથી શરૂ થશે. જ્યારે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પણ અર્ધ વર્ષ બાદ શરૂ કરવામાં આવશે. જો કે, હાલમાં આ વિદેશી ફ્લાઇટ્સ માત્ર ટૂંકા અંતરની હશે.

Jet Airways

એરલાઇન્સનું કહેવું છે કે, તે સત્તાવાળાઓ સાથે ફ્લાઇટ સ્લોટ્સ અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરી રહી છે. એરલાઇને એક નિવેદનમાં કહ્યું છે કે, ઓપરેટિંગ ફ્લાઇટ્સ માટે એર ઓપરેટર સર્ટિફિકેટ મેળવવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે.

UAEના ઉદ્યોગપતિ મુરારી લાલ જાલાન લંડન સ્થિત જાલાન કોર્લેક કોન્સોર્ટિયમના અગ્રણી સભ્ય અને સૂચિત જેટ એરવેઝના બિન કાર્યકારી સભ્ય છે. જૈન કહે છે કે, અમે ત્રણ વર્ષમાં 50થી વધુ વિમાનોનું સંચાલન કરવાની યોજના બનાવી છે, જે 5 વર્ષમાં 100થી ઉપર પહોંચી જશે. ગ્રુપ પાસે લાંબા ગાળાની બિઝનેસ પ્લાન પણ છે.

Jet Airways

જાલાને કહ્યું કે, ઉડ્ડયન ઉદ્યોગમાં ઇતિહાસ છે કે, બે વર્ષ પહેલા જે પણ એરલાઇને ધંધો બંધ કર્યો હતો. તેને પુન પ્રસ્તાપિત કરવામાં આવી રહી છે. અમે આ ઐતિહાસિક ફ્લાઇટમાં સહભાગી બનવા માટે તૈયાર છીએ.

ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારી બાદ દેશનો ઉડ્ડયન ઉદ્યોગ કટોકટીનો સામનો કરી રહ્યો છે. લોકડાઉન દરમિયાન ફ્લાઇટ્સનું સંચાલન લાંબા સમય સુધી બંધ રહ્યું હતું. જે બાદ ધીમે ધીમે મર્યાદિત સંખ્યામાં ફ્લાઇટ્સ શરૂ કરવામાં આવશે. વિદેશી ફ્લાઇટ્સ પર ભારે પ્રતિબંધને કારણે એરલાઇન્સની કામગીરી પણ પ્રભાવિત થઇ છે.

નવા અવતાર બાદ જેટ એરવેઝનું મુખ્ય મથક દિલ્હી-NRCમાં હશે. જ્યારે કોર્પોરેટ ઓફિસ ગુરુગ્રામમાં હશે. જો કે, જેટ એરવેઝની મુંબઈમાં પણ નોંધપાત્ર હાજરી રહેશે.

English summary
Jet Airways flights will soon be seen flying off the runway of the airport again. According to the company, Jet Airways' domestic flights will start in the first financial quarter of 2022.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X