For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જીયો ફાઈબર લૉન્ચઃ ફ્રી ટીવી વાળા પ્લાનનો રેટ જાણો

રિલાયન્સની બ્રોડબેન્ડ સર્વિસ જીયો ફાઈબર 5 સપ્ટેમ્બરે લોન્ચ કરી દેવાઈ. જેમાં ઘણી ઓફર સાથે ફ્રી ટીવી મેળવવાની તક પણ મળશે.

|
Google Oneindia Gujarati News

રિલાયન્સની બ્રોડબેન્ડ સર્વિસ જીયો ફાઈબર 5 સપ્ટેમ્બરે લોન્ચ કરી દેવાઈ. જેમાં ઘણી ઓફર સાથે ફ્રી ટીવી મેળવવાની તક પણ મળશે. લોન્ચિંગ સમયે જીયોના નિર્દેશક આકાશ અંબાણીએ જીયો ફાઈબર લેનારા ગ્રાહકો માટે વેલકમ ઓફર હેઠળ ફ્રીબીઝ આપવાનું એલાન કર્યુ છે. કંપનીના દાવા પ્રમાણે અત્યાર સુધી 1600 શહેરોથી 15 મિલિયન લોકોને રિલાયન્સ જીયો ફાઈબર સાથે રજીસ્ટર કરાયા છે. તો આવો તમને જણાવીએ કે જીયો ફાઈબર ની વિવિધ ઓફરો અને પ્લાન વિશે...

જીયો ફાઈબરનો પ્લાન અને તેની કિંમત

જીયો ફાઈબરનો પ્લાન અને તેની કિંમત

જીયો ફાઈબરના 6 પ્લાન છે, જેમાં બ્રોન્ઝ, સિલ્વર, ગોલ્ડ, ડાયમંડ, પ્લેટિનમ અને ટાઈટેનિયમ. બ્રોન્ઝ પ્લાન 699 રૂપિયાથી શરૂ થાય છે. સિલ્વર 849, ગોલ્ડ 1,299, ડાયમંડ 2,499, પ્લેટિનમ 3,999 અને ટાઈટેનિયમનો પ્લાન 8,499 રૂપિયાથી શરૂ થાય છે.

ટાઈટેનિયમ પ્લાન

ટાઈટેનિયમ પ્લાન

સૌથી પ્રિમિયમ પ્લાન ટાઈટેનિયમ છે. જેની કિમંત 8,499 રૂપિયા છે. આ પ્લાન 1 જીબીપીએસની સ્પીડે 5,000 GB ડેટા આપે છે. આ પ્લાન આખા ભારતમાં મફત વોઈસ કૉલ, ટીવી વિડિયો કોલિંગ અને કોન્ફરન્સ, ગેમિંગ, હોમ નેટવર્કિંગ અને ડિવાઈઝ સુરક્ષા પ્રદાન કરે છે. ઉપરાંત ટાઈટેનિયમ પ્લાનમાં વીઆર એક્સપીરિયંસ અને પ્રિમિયમ કન્ટેન્ટ સર્વિસ સપોર્ટ છે.

પ્લેટિનમ પ્લાન

પ્લેટિનમ પ્લાન, જે બીજો સૌથી મોટો પ્રમિયમ પ્લાન છે, જે 3,499 રૂપિયામાં 1જીબીપીએસ પર 2500 GB ડેટા પ્રદાન કરે છે. આ પ્લાન આખા ભારતમાં મફત કૉલિંગ, ટીવી વિડિયો કૉલિંગ અને કોન્ફરન્સિંગ, ગેમિંગ, હોમ નેટવર્કિંગ અને ડિવાઈસ સુરક્ષા પ્રદાન કરે છે. ઉપરાંત પ્લેટિનમ પ્લાનમાં એક્પિરિયંસ અને પ્રિમિયમ કન્ટેન્ટ સર્વિસ સપોર્ટ પણ છે.

ડાયમંડ પ્લાન

ડાયમંડ પ્લાન 2,499 રૂપિયામાં 500એમબીપીએસ પર 1,250 GB + 250 GB વધારાનો ડેટા પ્રદાન કરે છે. આ યોજના આખા ભારતમાં મફત વોઈસ કૉલિંગ, ટીવી વિડિયો કૉલિંગ અને કોન્ફરન્સિંગ, ગેમિંગ, હોમ નેટવર્કિંગ અને ડિવાઈસ સુરક્ષા પ્રદાન કરે છે.

ગોલ્ડ પ્લાન

ગોલ્ડ પ્લાનમાં 1,299 રૂપિયામાં 250જીબીપીએસ પર 500 GB + 250 GB વધારાનો ડેટા પ્રદાન કરે છે. આ યોજના આખા ભારતમાં મફત વોઈસ કૉલિંગ, ટીવી વિડિયો કૉલિંગ અને કોન્ફરન્સિંગ, ઝીરો લેટેંસી ગેમિંગ, હોમ નેટવર્કિંગ અને ડિવાઈસ સુરક્ષા પ્રદાન કરે છે.

સિલ્વર પ્લાન

સિલ્વર પ્લાન યુઝર્સને 849 રૂપિયામાં 100એમબીપીએસ પર ઈટ્રોડક્ટરી ઓફરના રૂપે 200GB + 200GB વધારાનો ડેટા પ્રદાન કરે છે. આ પ્લાન આખા ભારતમાં મફત વોઈસ કૉલિંગ, ટીવી વિડિયો કૉલિંગ અને કોન્ફરન્સિંગ, ઝીરો લેટેંસી ગેમિંગ, હોમ નેટવર્કિંગ અને ડિવાઈસ સુરક્ષા પ્રદાન કરે છે.

જીયો ફાઈબરની ઓફર અને કિંમત

જીયો ફાઈબરની ઓફર અને કિંમત

JioFiber મંથલી પ્લાન 699 રૂપિયાથી શરૂ થઈ 8,499 રૂપિયા સુધી રહેશે. JioFiberના બધા જ પ્લાન હાલ માટે પ્રિપેડ છે. કંપનીનું કહેવું છે કે આવનારા સમયમાં પોસ્ટપેડ પ્લાન પણ લોન્ચ કરાશે. પ્લાનની શરૂઆત 699 રૂપિયાથી છે. પ્લાનની શરૂઆત 100 Mbpsની સ્પીડ રહેશે. બધા જ પ્લાનની સ્પીડ 100 Mbpsથી શરૂ થશે, તમે 1 Gbps સુધીની સ્પીડ મેળવી શકો છો અને મોટાભાગના ટેરિફમાં જીયોની તમામ સર્વિસ મળશે. 699 રૂપિયા વાળા પ્લાનમાં માત્ર ઈન્ટરનેટ મળશે. 100 GB ડેટા ખતમ થયા બાદ 1 Mbpsની સ્પીડ મળશે.

- JioFiberના ઉપયોગકર્તાઓ પાસે 3, 6 અને 12 મહિનાનો પ્લાન ઉપલબ્ધ છે.

- બેંક ટાઈ-અપના માધ્યમથી Jio આકર્ષક EMIની ભરપાઈ કરી તમે વાર્ષિક યોજનાઓનો લાભ મેળવી શકશો.

આ શહેરોમાં મળશે JioFiber સુવિધા

આ શહેરોમાં મળશે JioFiber સુવિધા

જો કે હાલ જીયો ફાઈબરની સુવિધા મુંબઈ, દિલ્હી, કલકત્તા, જયપુર, હૈદરાબાદ, સૂરત, વડોદરા, નોએડા, ગાજીયાબાદ, ચેન્નઈ, ભુવનેશ્વર, બેંગલોર, આગ્રા, વાઈજૈગ, જમશેદપુર, પટના, પંજાબ, વારાણસી, પ્રયાગરાજ, હરિદ્વાર, મેરઠ, પોર્ટ બ્લેયર અને અન્ય અનેક શહેરોમાં છે. તમને જણાવી દઈએ કે રિલાયન્સને અત્યાર સુધી 1600 શહેરોમાં રજીસ્ટ્રેશન મળી રહ્યા છે. કંપનીની યોજના તેને બાકીના શહેરોમાં વધારવાની છે.

JioFiber વેલકમ ઓફર

JioFiber વેલકમ ઓફર

જીયો ફાઈબર વેલકમ ઓફરમાં કંપની 4K સેટ ટૉપ બૉક્સ સાથે એચડી એલઈડી ટીવી કે 4K ટીવી આપી રહી છે. જો કે આ ફાયદો તે યુઝર્સને મળશે જે જીયો ફોરએવર પ્લાન(એન્યુઅલ પ્લાન) લેશે. જીયોના સેટ ટૉપ બૉક્સથી જીયો ફાઈબર યુઝર્સ ટીવી સાથે કંસોલ જેવી ગેમિંગ એક્સપિરિયન્સ પણ લઈ શકે છે. તમે તેમાં વાઈફાઈનો ઉપયોગ કરી શકો છો. કોલિંગની વાત કરીએ તો તે માટે માત્ર ડેટા માટે પૈસા આપવા પડશે. કોલિંગ તદ્દન મફત રહેશે.

JioFiber રજીસ્ટ્રેશન માટે શું કરવું

JioFiber રજીસ્ટ્રેશન માટે શું કરવું

જીયો ફાઈબરની સુવિધા મેળવવા માટે સૌથી પહેલા તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. જે માટે તમે Www.jio.com પર જાવ અથવા MyJio એપ ડાઉનલોડ કરો.

આ પણ વાંચો: 2 કરોડ લોકોના ITR પર છે ખતરો, થઈ શકે છે કેન્સલ, જાણો શું છે મામલો

English summary
Jio Giga Fiber launched, know the all details of plans
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X