For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2 કરોડ લોકોના ITR પર છે ખતરો, થઈ શકે છે કેન્સલ, જાણો શું છે મામલો

31 ઓગસ્ટ એ ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ હતી. લોકોએ નાણાકીય વર્ષ 2019-20 માટે પોતાનું ઈન્કમટેક્સ રિટર્ન ભરી દીધું છે.

|
Google Oneindia Gujarati News

31 ઓગસ્ટ એ ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ હતી. લોકોએ નાણાકીય વર્ષ 2019-20 માટે પોતાનું ઈન્કમટેક્સ રિટર્ન ભરી દીધું છે. છેલ્લા દિવસે લગભગ 5.65 કરોડ લોકોએ પોતાનું ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ કર્યું જેમાંથી માત્ર 3.61 કરોડ ITR વેરિફાય થયા છે. બાકીના લગભગ 2 કરોડ ITR ભરનાર લોકોના ITR વેરિફાઈ નથી થયા.

રદ થઈ શકે છે 2 કરોડ ITR

રદ થઈ શકે છે 2 કરોડ ITR

31 ઓગસ્ટે ITR દાખલ કરવાની છેલ્લી તારીખ હતી. લગભગ 5.65 કરોડ લોકોએ ITR ભર્યું, જેમાંથી 3.61 કરોડ લોકોનું ITR વેરિફાય થયું છે. હજી સુધી કરોડ લોકોનું ITR વેરિફાય થવાનું બાકી છે. તમને જણાવી દઈએ કે વેરિફિકેશન વગર ITR દાખલ કરવાની પ્રક્રિયા અધૂરી મનાય છે. એટલે કે 2 કરોડ લોકોનુ આવક વેરા રિટર્ન અધુરુ મનાશે.

શું છે ITR વેરિફિકેશનનો નિયમ?

શું છે ITR વેરિફિકેશનનો નિયમ?

આવકવેરા વિભાગના નિયમ મુજબ ITR ફાઈલ કરવાના આગામી 120 દિવસમાં તેનું વેરિફિકેશન થવું જરૂરી છે. જો એવું ન થાય તો આવક વેરા વિભાગ માને છે કે તમે ITR ફાઈલ નથી કર્યું. વેરિફિકેશન વગર ITR પ્રોસેસ નથી થતું. તમને જણાવી દઈએ કે જો તમે આવું નથી કરતા તો ITR તમને નોટિસ આપી શકે છે.

કેવી રીતે વેરિફાય કરશો ITR

કેવી રીતે વેરિફાય કરશો ITR

ITR વેરિફાય કરવા માટે બે રીત છે. એક છે આધાર ઓટીપી. તેમાં તમે રિટર્ન ભર્યા બાદ આધાર ઓટીપી દ્વારા તેને વેરિફાય કરી શકો છો. ITR ભર્યા બાદ જો તમે આ રીત પસંદ કરો છો તો તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે. જેને તમારે આવક વેરા વિભાગની વેબસાઈટ પર સબમિટ કરવો પડશે. બાદમાં તમારું ITR વેરિફાય થશે. આ ઉપરાંત નેટ બેન્કિંગ દ્વારા પણ તમે ITR વેરિફાય કરી શકો છો. આવકવેરા વિભાગ તમારા બેન્ક અકાઉન્ટ દ્વારા પણ ITR વેરિફાય કરી શકે છે. આ ઉપરાંત બેન્ક એટીએમ દ્વારા પણ ITR વેરિફાય થઈ શકે છે. આ તમામ રીત ઉપરાંત તમે ફિઝિકલ વેરિફિકેશન પણ કરી શકો છો.

નેટબેન્કિંગ દ્વારા કેવી રીતે કરશો વેરિફાય

નેટબેન્કિંગ દ્વારા કેવી રીતે કરશો વેરિફાય

નેટ બેન્કિંગ દ્વારા ઘરે બેઠા બેઠા તમે ITR વેરિફાય કરી શકો છો. આ સુવિધા હાલ ગણતરીની બેન્કો જ આપે છે. એટલે તમે જો તે બેન્કના ગ્રાહક છો તો નેટબેન્કિંગ દ્વારા ITR વેરિફિકેશન કરી શકો છો. આ માટે તમારે બેન્કની વેબસાઈટ પર લૉગ ઈન કરવું પડશે. જ્યાં તમને ટેક્સ ટેબમાં ઈ વેરિફાયનો ઓપ્શન મળશે. બસ અહીં ક્લિક કરવાથી આ વેબસાઈટ તમને ઈન્કમટેક્સ વિભાગની વેબસાઈટ પર લઈ જશે. જેમાં માય અકાઉન્ટ પર ક્લિક કરીને તમે જનરેટ ઈવીસી વિકલ્પ પર ક્લિક કરી શક્શો. આ ક્લિક કરવાથી જ તમારા મોબાઈલ અને ઈમેલ પર 10 આંકડાનો કોડ મળશે, જે 72 કલાક સુધી વેલિડ હોય છે. આ કોડ તમે ITR વેરિફાય કવરા માટે માય અકાઉન્ટ ટેબમાં નાખો. અહીં સબમિટ પર ક્લિક કરવાથી જ તમારું ITR વેરિફાય થઈ જશે.

બેન્ક અકાઉન્ટ અને એટીએમ દ્વારા

બેન્ક અકાઉન્ટ અને એટીએમ દ્વારા

આવકવેરા વિભાગ તમને બેન્ક અકાઉન્ટ દ્વારા પણ ITR રિટર્ન વેરિફાય કરવાની સુવિધા આપે છે. પરંતુ આ સુવિધા દરેક બેન્ક માટે ઉપલબ્ધ નથી. જો તમારી બેન્ક આ સુવિધા આપે છે તો તમારી બેન્કનું નામ, અકાઉન્ટ નંબર, IFSC કોડ અને મોબાઈલ નંબર ઈનપુટ કરવો પડશે. આ માહિતી બેન્કમાં આપ્યા બાદ તમારા પાન કાર્ડમાં લખેલા નામ અને બેન્ક અકાઉન્ટનું નામ સેમ હોય તો જ વેલિડેશન શક્ય બનશે. આ ઉપરાંત ITR વેરિફિકેશનની સુવિધા પણ એટીએમથી મળે છે.

આ પણ વાંચો: આ 8 રીતે થયુ મૃત્યુ તો નહિં મળે વીમાનું ક્લેમ

English summary
how to verify you income tax return via net banking atm and bank account
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X