For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ 8 રીતે થયુ મૃત્યુ તો નહિં મળે વીમાનું ક્લેમ

પોતાનું ભવિષ્ય સુરક્ષિત રહે તે માટે દરેક વ્યકિત ટર્મ લાઈફ ઈન્સ્યોરન્સ પ્લાન ખરીદે છે. એટલું જ નહિં અલગ-અલગ કંપનીઓ પણ તેના ફાયદા ગણાવી ગ્રાહકોને તેની સાથે જોડે છે.

|
Google Oneindia Gujarati News

પોતાનું ભવિષ્ય સુરક્ષિત રહે તે માટે દરેક વ્યકિત ટર્મ લાઈફ ઈન્સ્યોરન્સ પ્લાન ખરીદે છે. એટલું જ નહિં અલગ-અલગ કંપનીઓ પણ તેના ફાયદા ગણાવી ગ્રાહકોને તેની સાથે જોડે છે. જે કે એ વાત પણ સાચી છે કે આ ટર્મ લાઈફ ઈન્સ્યોરન્સ સાથે કેટલીક શરતો હોય છે, જેના પર આપણે પૂરતું ધ્યાન આપતા નથી અથવા તે એવું કહેવું પણ ખોટુ નહિં હોય કે આ કંપનીઓ આપણને તે વિશે જણાવતી પણ નથી. કંપની પૉલીસીધારકને ક્યારે અને કઈ શરતે પૈસા આપશે તે પૂર્વનિર્ધારિત હોય છે. આજે અમે તમને જણાવિશું કે પૉલીસીધારકને આ 8 શરતો પ્રમાણે ટર્મ લાઈફ ઈન્સ્યોરન્સ પ્લાનના પૈસા મળતા નથી.

1) શરાબના સેવનથી મૃત્યુ

1) શરાબના સેવનથી મૃત્યુ

જો કોઈ પૉલીસીધારકનું મૃત્યુ દારુનું સેવન કરવાથી થયું છે તો તેને ઈન્સ્યોરન્સ કંપનીનું ક્લેમ મળતુ નથી. તમને જણાવી દઈએ કે કંપની વધુ પડતા શરાબનું સેવન કે નશાયુક્ત દવાનો ઉપયોગ કરનારી વ્યકિતને ઈન્સ્યોરન્સનું ક્લેમ આપતી નથી. પૉલીસી ધારક પ્લાનમાં આ વાતને જણાવતી નથી અને તેનું દારુ પીવાથી મૃત્યુ થાય તો કંપની તેને ક્લેમ આપતી નથી.

2) સ્મોકિંગની આદત

2) સ્મોકિંગની આદત

જો તમે સ્મોકિંગ કરો છો અને ટર્મ પ્લાન લેતી વખતે આ વિશે કંપનીને જણાવતા નથી. સ્મોકિંગ કરનારા હંમેશા આરોગ્યની તકલીફોથી હેરાન થયા કરે છે. જો પૉલીસીધારક કંપનીને જણાવતા નથી કે તેઓ ભારે માત્રામાં સ્મોકિંગ કરે છે અને સ્મોકિંગને કારણે તેનું મૃત્યુ થાય તો કંપની તેને ઈન્સ્યોરન્સ ક્લેમના પૈસા આપતી નથી.

3) ખતરનાક પ્રવૃતિઓમાં શામેલ

3) ખતરનાક પ્રવૃતિઓમાં શામેલ

જો કોઈ પૉલીસીધારક એડવેન્ચર અને ખતરનાક પ્રવૃતિઓમાં શામેલ હોય અને તેનું મૃત્યુ થઈ જાય તો કંપની ઈન્સ્યોરન્સ ક્લેમના પૈસા આપતી નથી. કારણ કે આવી પ્રવૃતિ દ્વારા વ્યકિત પોતાની જુંદગીને ખતરામાં નાખે છે.

4) એચઆઈવી અને ડ્રગ્સ ઓવરડોઝ

4) એચઆઈવી અને ડ્રગ્સ ઓવરડોઝ

તમને જણાવી દઈએ કે જે પૉલીસી ધારકનું મૃત્યુ એચઆઈવી કે કોઈ ડ્રગ્સના ઓવરડોઝથી થયુ હોય તેવા પૉલીસીધારકોને ઈન્સ્યોરન્સ કંપની ક્લેમ આપતી નથી. એચઆઈવી એડ્સથી જે વ્યકિતનું મૃત્યુ થાય તેને કંપની ક્લેમ માટે ના પાડી દે છે.

5) આત્મહત્યા

5) આત્મહત્યા

જો કોઈ પૉલીસીધારકે આત્મહત્યા કરી છે તો તેને પણ કંપની ક્લેમના પૈસા આપતી નથી. પૉલીસીધારક ટર્મ પ્લાન લીધાના એક વર્ષની અંદર જ આત્મહત્યા કરી લે છે તો તેના નૉમિનીને ઈન્શ્યોરન્સ ક્લેમની રકમ મળતી નથી. જો કે મોટાભાગની કંપનીઓ પૉલીસી ખરીદની તારીખના બીજા વર્ષે આત્મહત્યા થઈ હોય તો તેનું કવરેજ પ્રદાન કરે છે.

6) ડિલીવરી દરમિયાન મૃત્યુ

6) ડિલીવરી દરમિયાન મૃત્યુ

ડિલીવરી દરમિયાન કોઈ પૉલીસીધારકનું મૃત્યુ થઈ જાય તો કંપની ઈન્સ્યોરન્સનું ક્લેમ આપતી નથી. તમને જણાવી દઈએ કે પ્રેગનેન્સી દરમિયાન કે પછી પ્રસવ દરમિયાન મૃત્યુ થયુ હોય તો ઈન્સ્યોરન્સનું ક્લેમ મળતુ નથી.

7) કુદરતી આપદામાં મોત

7) કુદરતી આપદામાં મોત

જો કોઈ પૉલીસીધારકનું મૃત્યુ પ્રાકૃતિક આપદા જેવા કે ભૂકંપ કે તોફાન વગેરેથી થાય તો તેના નૉમિનીને ઈન્સ્યોરન્સનું ક્લેમ મળતુ નથી.

8) પૉલીસીધારકનું મર્ડર

8) પૉલીસીધારકનું મર્ડર

જો કોઈ પૉલીસીધારકનું મર્ડર થઈ જાય અને તપાસમાં જાણવા મળે કે તે કોઈ ક્રાઈમમાં ભાગીદાર હતો તો કંપની તેને પૈસા આપતી નથી. ત્યાં જ પૉલીસીધારકનું મૃત્યુ અપરાધિક પ્રવૃતિમાં શામેલ હોવાને કારણે થાય ત્યારે પણ તેને ઈન્સ્યોરન્સનું ક્લેમ મળતુ નથી.

આ પણ વાંચો: આગામી બે મહિના દેશની અર્થવ્યવસ્થા માટે ઘણા મહત્વનાઃ SBI ચેરમેન

English summary
know 8 major death cases which are not covered in term life insurance
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X