For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આગામી બે મહિના દેશની અર્થવ્યવસ્થા માટે ઘણા મહત્વનાઃ SBI ચેરમેન

સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયાના ચેરમેન રજનીશ કુમારે કહ્યુ કે આગામી બે મહિના ભારતીય અર્થવ્યવસ્થા માટે ઘણા મહત્વના છે.

|
Google Oneindia Gujarati News

દેશની બગડતી અર્થવ્યવસ્થા માટે સતત વિપક્ષ કેન્દ્ર સરકાર પર હુમલાવર છે. આ દરમિયાન સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયાના ચેરમેન રજનીશ કુમારે કહ્યુ કે આગામી બે મહિના ભારતીય અર્થવ્યવસ્થા માટે ઘણા મહત્વના છે. હાલમાં જ કેન્દ્ર સરકારે આર્થિક મંદી સામે પહોંચી વળવા માટે ઘણા પગલા ઉઠાવ્યા છે જેમાં ઘણી બેંકોના વિલયનું પણ એલાન કરવામાં આવ્યુ હતુ. સ્ટેટ બેંકના ચેરમેને સરકારના આ નિર્ણયનું સમર્થન કર્યુ છે.

sbi chairman

બેંકોના વિલયનું સમર્થન

રજનીશ કુમારે કહ્યુ કે જો અમે ઑટોમોબાઈલ સેક્ટરની હાલત જોઈએ તો આજે મે મોટર્સના વેચાણના રિપોર્ટ વિશે વાંચ્યુ કે જે ઘણો સારો બિઝનેસ કરી રહ્યા છે. તેમણે કહ્યુ કે ઑટોમોબાઈલ સેક્ટરમાં ઘણુ બધુ બની રહ્યુ છે. લોકોના દિમાગમાં બદલાતા માહોલ વિશે ઘણુ બધુ ચાલી રહ્યુ છે. તેમણે કહ્યુ કે આગામી બે મહિના ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં દેશની અર્થવ્યવસ્થા માટે ઘણા મહત્વના છે. તેમણે કહ્યુ કે પીએસયુ બેંકોને એકીકૃત કરવાનો નિર્ણય 25 વર્ષ પહેલા લેવામાં આવ્યો હતો આવો થવાનુ જ હતુ. જો આને સારી ટીમ સાથે લાગુ કરવામાં આવે તો મંદી સામે ઘણી હદ સુધી પહોંચી વળાય શકાય.

મનમોહન સિંહે સાધ્યુ હતુ નિશાન

આ પહેલા રવિવારે એક વીડિયો જારી કરીને મનમોહન સિંહે કહ્યુ હતુ કે દેશની અર્થવ્યવસ્થાની સ્થિતિ ઘણી ચિંતાજનક છે. છેલ્લા ત્રિમાસિકનો જીડીપી ગ્રોથ 5 ટકા છે જે એ વાતનો ઈશારો કરે છે કે અમે મોટી આર્થિક મંદી તરફ આગળ વધી રહ્યા છે. જો કે આગામી દિવસે મંગળવારે સરકાર તરફથી કહેવામાં આવ્યુ છે કે અમે મનમોહન સિંહના વિશ્લેષણનું અમે સમર્થન નથી કરતા. સરકાર તરફથી કહેવામાં આવ્યુ છે કે મનમોહન સિંહના સમયે દેશની અર્થવ્યવસ્થા 11માં સ્થાને હતી જ્યારે અમે પાંચમાં સ્થાને પહોંચી ગયા છે.

પાંચ ટકા પર પહોંચી જીડીપી

સરકાર તરફથી શુક્રવારે જે આંકડા જારી કરવામાં આવ્યા છે તેના અનુસાર ભારતની ત્રિમાસિક જીડીપી પાંચ ટકા પર પહોંચી ગઈ છે કે જે ગયા વર્ષે આ ત્રિમાસિકમાં 5.8 ટકા હતુ. મનમોહન સિંહે કહ્યુ કે ગયા ત્રિમાસિકમાં જીડીપી 5 ટકા પહોંચી ગયુ છે કે જે આ વાતને દર્શાવે છે કે દેશમાં ઉંડી આર્થિક મંદી છે.

આ પણ વાંચોઃ ગૃહમંત્રી અમિત શાહની અમદાવાદની હોસ્પિટલમાં થઈ સર્જરી, જાણો તેમની સ્થિતિઆ પણ વાંચોઃ ગૃહમંત્રી અમિત શાહની અમદાવાદની હોસ્પિટલમાં થઈ સર્જરી, જાણો તેમની સ્થિતિ

English summary
SBI chairman says next two month are crucial for indian economy.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X