જીયોનો મોબાઇલ વાપરો છો? તો વાંચો આ ખબર

Posted By:
Subscribe to Oneindia News

ભલે તમે રિલાયન્સ કે કોઇ પણ કંપનીની મોબાઇલ સેવા વાપરતા હોવ પણ તેમ છતાં જો તમારું મોબાઇલ બેલેન્સ અને ડેટા ડિટેલ અંગે સરળતાથી જાણવા મળે તો શું તમને ગમશે? રિલાયન્સ જીયોની તરફથી ગ્રાહકો માટે એક ખાસ સેવા શરૂ કરવામાં આવી છે. જેનાથી તેના તમામ ગ્રાહકોને ફાયદો થશે. તો તમે પણ રિલાયન્સ જીયોની આ નવી સેવા વિષે જાણો અહીં. જે દ્વારા તમે તમારા મોબાઇલના બેલેન્સ વિષેની જાણકારી મેળવી શકો. વિગતવાર જાણો અહીં....

બેલેન્સ ચેકની સુવિધા

બેલેન્સ ચેકની સુવિધા

રિલાયન્સ જીયોએ પોતાના ગ્રાહકો માટે તેવી સુવિધા શરૂ કરી છે જેનાથી બેલેન્સ અને ડેટા ચેક કરવું સરળ થઇ જશે. બેલેન્સની યોગ્ય જાણકારી આપતા એપ True balanceએ રિલાયન્સ જીયો માટે બેલેન્સ ચેક સર્વિસ શરૂ કરી છે. True Balance પહેલી તેવી કંપની છે જે રિલાયન્સ જીયોના યુઝર્સને આ સેવા આપી રહી છે. True Balance તેવી પહેલી કંપની છે જે રિલાયન્સ જીયોના યુઝર્સ માટે આ સેવા આપી રહી છે.

કેવી રીતે કામ કરશે એપ?

કેવી રીતે કામ કરશે એપ?

તમે ગૂગલ પ્લે સ્ટોરમાંથી True Balance એપનું અપડેટેડ વર્ઝન 2.33 ડાઉનલોડ કરી બેલેન્સ ચેકની આ સુવિધા મેળવી શકશો. જેવું જ તમે આ એપ ડાઉનલોડ કરશો. તે તમને મેસેજ મોકલી તમારી અનુમતિ માંગશે. તમે Allow પર ક્લિક કરશો તો આ પછી આ એપ તમારા પ્રીપેડ નંબર અને બેલેન્સ ડેટાની સંપૂર્ણ જાણકારી આપશે. આ એપ દ્વારા ડેટા બેલેન્સ સાથે લોકલ અને એસટીડી કોલ બેલેન્સ પણ ચેક કરી શકાશે.

આ કંપની આપશે સેવા

આ કંપની આપશે સેવા

કંપનીની વેબસાઇટથી મળતી જાણકારી મુજબ તે વોડાફોન, એરટેલ, આઇડીયા, એરસેલ અને બીએસએનએલ ટેલિકોમ કંપનીના બેલેન્સ ચેંકની પણ સર્વિસ આપે છે. 4.0 કે તેની ઉપરનું આ એપની વર્ઝન એન્ડ્રોઇડ ફોન માટે કામ કરે છે. અને અત્યાર સુધીમાં આ એપને 5 કરોડ લોકો ડાઉનલોડ કરી ચૂક્યા છે.

રિલાયન્સ જીયો

રિલાયન્સ જીયો

તો સાથે જ જાણો રિલાયન્સ જીયોના માલિક મુકેશ અંબાણીની કેટલીક ખાસ વાતો. તેમની ભવ્ય વેન વિષે જાણવા અહીં ક્લિક કરો.

Read also :મુકેશ અંબાણીની આ 25 કરોડની ગાડી છે, હરતો ફરતો મહેલ

English summary
jio launches new service for checking balance.
Please Wait while comments are loading...