For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રિલાયન્સ જીયો યુઝર્સ માટે એક સારા અને એક ખરાબ સમાચાર

પાછલા 36 કલાકમાં રિલાયન્સ જીયોના યૂઝર્સ જીયો સ્કીમ અને ટ્રાઇના આદેશને લઇને અનેક નિવેદનો સાંભળી રહ્યા છે. તો જાણો આ વચ્ચે આ બે સમાચારો.

|
Google Oneindia Gujarati News

પાછલા 36 કલાકમાં તમામ રિલાયન્સ જીયો ગ્રાહકો ટ્રાઇના આદેશ હેઠળ જીયોની સમર સરપ્રાઇઝ સ્કીમ બંધ થવા અંગે અલગ અલગ સમાચારો વાંચી રહ્યા છે. તેવામાં અમે તમારી માટે બે સમાચારો લાવ્યા છીએ. એક છે સારા સમાચાર અને બીજાને ખરાબ સમાચાર. ખરાબ ખબર તે છે કે ટ્રાઇના ચેરમેન આર. એસ. શર્માએ કહ્યું કે રિલાયન્સ જીયોએ તેની પ્રોત્સાહન સેવાની જાહેરાત કરવી બંધ કરવી પડશે. વળી સાથે તે પણ સ્પષ્ટતા આપી કે જીયોની કેટલીક સેવાઓ નિયમોના અનુરૂપ નથી જેના કારણે જીયોએ તેની જલ્દી જ બંધ કરવી પડશે. તો સામે પક્ષે જીયોએ પણ કહ્યું કે તે આ નિયમોને જલ્દી જ લાગુ કરશે. જે મુજબ આવનારા સમયમાં જીયોની સમર સરપ્રાઇઝ ઓફર બંધ થઇ જશે તે અંગે અનેક તર્ક વિતર્ક સોશ્યલ મીડિયામાં પણ ચાલવા લાગ્યા.

Read also: શું જીઓની ફ્રી સમર સરપ્રાઇઝ ઓફર બંધ કરવાનો આદેશ આવ્યો!Read also: શું જીઓની ફ્રી સમર સરપ્રાઇઝ ઓફર બંધ કરવાનો આદેશ આવ્યો!

jio

કોણ ખુશ?
જો કે ટ્રાઇના આ નિયમથી જ્યાં જીયોના ગ્રાહકો નારાજ છે ત્યાં જ ટ્રાઇના આ નિર્ણયથી સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા ખુશ છે. એટલું જ નહીં તેણે ટ્રાઇના આ નિર્ણય માટે આભાર પણ વ્યક્ત કર્યો છે.
સારી ખબર
જો કે રિલાયન્સ જીયો તેના યુઝર્સ માટે એક સારા ખબરને આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ જે લોકોએ સમર સરપ્રાઇઝ ઓફરને 15 એપ્રિલ પહેલા રિચાર્જ કરાવ્યું હશે તે આવનારા ત્રણ મહિના સુધી આ સેવા ફ્રીમાં ઉઠાવી શકશે. અને તેમની આ સેવા બંધ નહીં થાય. રિલાયન્સ જીઓ કહેવું છે કે જે ગ્રાહકો ટ્રાઇના આદેશ પહેલા આ સમર સરપ્રાઇઝ ઓફરની ચૂકવણી કરી ચૂક્યા છે. તેમને તે આ સુવિધા નિયત સમય સુધી ચોક્કસથી આપશે.

mukesh

શું છે ઓફર?
નોંધનીય છે કે જીયોએ પાસે હવે 7.2 કરોડથી પણ વધુ ગ્રાહકો છે. વધુમાં 31 માર્ચ વખતે તેણે જાહેરાત કરી હતી કે જે લોકો પ્રાઇમ મેમ્બર નથી બની શકતા તે 15 એપ્રિલ પહેલા તેના મેમ્બર બની જાય. અને સાથે જ સમર સરપ્રાઇઝ ઓફર પણ લોન્ચ કરી હતી. જેમાં 15 એપ્રિલ સુધી આ ઓફર લેનારને 99માં પ્રાઇમ મેમ્બરશીપ અને પહેલું રિચાર્જ 303 રૂપિયા કે તેનાથી વધુ કરવાથી 3 મહિના સુધી વોઇસ અને ઇન્ટરનેટની સેવાઓ મફતમાં મળશે.

English summary
Big Setback To Reliance JIO, TRAI Orders To Withdraw 15 Day Extension Of JIO, A Good News And A Bad News For JIO Users. Read here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X