• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

JIO યુઝર્સને મળી રહ્યો છે 112 GB ફ્રી ડેટા, બસ આટલું કરો

|
Google Oneindia Gujarati News

રિલાયન્સ જીયો હંમેશા પોતાના ગ્રાહકો માટે કંઈક ખાસ અને અલગ લાવે છે. ફરી એકવાર જીયો પોતાના યુઝર્સ માટે ધમાકેદાર ઓફર લાવ્યું છે. આ ઓફરમાં તમને મળશે અધધ 112 GB ડેટા અને એ પણ સાવ મફત. આ ઓફરનું નામ JIO Phone Match Pass છે, જેમાં કંપની ગ્રાહકોને મફત ડેટા આપશે.

56 દિવસોની વેલિડિટી

56 દિવસોની વેલિડિટી

જિયો ફોન મેચ પાસ ઓફર અંતર્ગત 112 જીબી ડેટા માટે 56 દિવસની વેલિડિટી છે. પરંતુ આ ઓફર મેળવવા માટે તમારે થોડીક મહેનત કરવી પડશે. જીયો વેબસાઈટ મુજબ ગ્રાહકે સૌથી પહેલા એક ફ્રેન્ડની મદદ લેવી પડશે, જેને જીયો ફોન ખરીદવો હોય. જેના બાદ 1800-890-8900 પર કોલ કરવો પડશે. આ ફોન કોલ બાદ તમારે કંપનીને મોબાઈલ નંબર અને પિનકોડ આપવો પડશે.

જીયો મેચ પાસ ઓફર કેવી રીતે મળશે?

જીયો મેચ પાસ ઓફર કેવી રીતે મળશે?

જે કોઈ વ્યક્તિને આ ઓફરનો લાભ લેવો હોય તેને નજીકનું દુકાનનું એડ્રેસ અપાશે, જ્યાંથી તમે જીયો ફોન ખરીદી શક્શો. જિયો ફોન ખરીદ્યા બાદ તમને 8 જીબી વધારાનો ડેટા અપાશે, જેની વેલિડિટી 4 દિવસની રહેશે. આ જ રીતે જો તમે 10 લોકોને જીયો ફોન ખરીદવા તૈયાર કરશો તો તમને મળી જશે 112 જીબી ડેટા.

જીયોની વેબસાઈટ પરથી મેળવો માહિતી

જીયોની વેબસાઈટ પરથી મેળવો માહિતી

આ ઓફર ખાસ IPL 2018 સંલગ્ન છે. જેને પગલે દરેક અઠવાડિયે જે વ્યક્તિએ પોતાના મિત્રને જીયો ફોન ખરીદવા તૈયાર કર્યો હશે, તેને જીયો ધન ધના ધન શોમાં ભાગ લેવાની પણ તક મળશે. દર અઠવાડિયે બે જીયો યુઝર્સને આ તક મળશે. આ ઓફરથી વધુ માહિતી મેળવવા માટે તમે https://www.jio.com/en-in/jiophone-match-pass-offer પર મેળવી શકો છો.

આ વાત ધ્યાન રાખો

આ વાત ધ્યાન રાખો

આ ઓફર મેળવતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો. તમારા મિત્રએ ટોલ ફ્રી નંબર પર જે નંબર પરથી કોલ કર્યો હોય તે જ વેકલ્પિક નંબર તરીકે આપેલો હોવો જોઈએ. કારણ કે જીયો આ ઓફર તમારા અને તમારા મિત્રના જીયો અકાઉન્ટમાં જમા કરશે.

English summary
JioPhone Match Pass Offer Get 112 GB Free Data Here you will read about Reliance Jio new offer name is JioPhone Match Pass offers, on which you will get 112 gb free data.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X