GDPમાં નોંધાયો ભારે ઘટાડો, કારણ નોટબંધી?
ભારતીય રિઝર્વ બેંક તરફથી નોટબંધી અંગેના આંકડાઓ જાહેર થયાના એક દિવસ બાદ જ જીડીપીના આંકડાઓ પણ સામે આવ્યા છે. વર્ષ 2017-18ના 30 જૂનના રોજ સમાપ્ત થયેલ પહેલા ક્વોર્ટરમાં જીડીપી ગ્રોથ 5.7 ટકા રહ્યો છે. આ પરથી કહી શકાય કે, જીડીપીમાં મોટો ઘટાડો નોંધાયો છે. વાર્ષિક દીઠ જોઇએ તો એપ્રિલ-જૂન 2016ના ક્વોર્ટરમાં જીડીપી ગ્રોથ 7.9 ટકા હતા. જીડીપીમાં નોધાયેલ આ ઘટાડાને નોટબંધી સાથે જોડવામાં આવી રહ્યો છે.
આરબીઆઇની વેબસાઇટ પર જાહેર થયેલ આંકડાઓ અનુસાર, 1000 રૂપિયાની કુલ 670 કરોડ ચલણી નોટોમાંથી 8.9 કરોડ નોટો પરત નથી આવી. આ પરથી કહી શકાય કે, 1000 રૂ.ની નોટોમાંથી 8.9 હજાર કરોડ રૂપિયા પાછા નથી આવ્યા. 15.44 લાખ કરોડ રૂપિયામાંથી 15.28 લાખ કરોડ રૂપિયા આરબીઆઇ પાસે પરત આવ્યા છે, એટલે કે 99 ટકા રૂપિયા પરત આવી ગયા છે. આ પરથી એમ પણ કહી શકાય કે, કાળું નાણું બહાર લાવવાની નોટબંધીની રીત ખાસ સફળ નથી રહી.