કિંગફિશરને પડતામાં પાટું, 754 કરોડનું નુકશાન

kingfisher-airline
મુંબઇ, 8 નવેમ્બર: દેવાના ડુંગર હેઠળ દબાયેલી ખાનગી કંપની કિંગફિશર એરલાઇન્સનું જુલાઇ-સપ્ટેમ્બરના બીજા ત્રિમાસિકનું નુકસાન વધીને 754 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. આ પહેલાં ગત નાણાંકિય વર્ષના ત્રિમાસિકમાં કિંગફિશરને 469 કરોડનું નુકસાન થયું હતું. જો કે કિંગ ફિશરે કહ્યું છે કે તે પોતાની સેવાઓ ફરીથી શરૂ કર્વા માટે એક વ્યાપક યોજના પર કામ કરી રહી છે.

ત્રિમાસિક સમીક્ષામાં કંપનીની આવક પણ ઘટીને 200 કરોડ પર આવી ગઇ છે, જે આ પહેલાં ગત વર્ષે 1,553 કરોડ રૂપિયા હતી. કંપનીની કામગીરીમાં મુશ્કેલી તથા નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (ડીજીસીએ) દ્રારા તેમના લાયસન્સને સસ્પેન્ડેડ કરવામાં આવતાં કંપનીની આવક પર અસર વર્તાઇ હતી.

કંપનીના ખર્ચમાં ઘટાડો થયો છે તો બીજી તરફ તેને પુનર્રચના પર ભારે ખર્ચ પડ્યો છે. આ સિવાય કંપનીના ટેક્ષમાં વધારો થયો છે. પરિણામોની જાહેરાત કરતાં એરલાઇન્સે કહ્યું હતું કે તે વિભિન્ન સહભાગીઓ સાથે વાતચીત કરી રહી છે, જેથી તે નક્કી થઇ જશે કે ભવિષ્યમાં તેમની કામગીરીમાં કોઇ વિધ્ન આવશે નહી. મુંબઇ શેર બજારને મોકલવામાં આવેલી સૂચનામાં કંપનીએ કહ્યું હતું કે એરલાઇન્સ પોતાની કામગીરી ફરીથી શરૂ કરવા માટે વ્યાપક બનાવી રહી છે. તેની જાણકારી બેંકો અને ડીજીસીએને આપવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X