કરંસી એક્સેન્જમાં થઈ શકે છે દગો, આ વાતનું ધ્યાન રાખો
વિદેશ યાત્રાની તૈયારી કરી રહ્યા છો તો સૌથી મહત્વની વાત એ છે કે મુસાફરી દરમિયાન ખર્ચો કરવા માટે તમારી પાસે ફોરેન એક્સચેન્જ કાર્ડ હોવું જોઈએ.
વિદેશ યાત્રાની તૈયારી કરી રહ્યા છો તો સૌથી મહત્વની વાત એ છે કે મુસાફરી દરમિયાન ખર્ચો કરવા માટે તમારી પાસે ફોરેન એક્સચેન્જ કાર્ડ હોવું જોઈએ. જી હાં, જો તમે વિદેશ જઈ રહ્યા છો તો તમારી પાસે તે દેશનું નાણું હોવું જરૂરી છે. એટલે તમારે કરંસી એક્સચેન્જ કરાવવી પડશે. ઓનલાઈન એક્સચેન્જ પ્રોવાઈડર્સ કે પછી જે તે દેશમાં કરંસી એક્સચેન્જ ડીલ શોધવી થોડું મુશ્કેલ હોય છે. આ ઉપરાંત તમારો ખર્ચ પણ વધી શકે છે. એટલે જો તમે થોડી તૈયારી કરી લો તો ફાલતૂ પરેશાનીથી અને પૈસાનું નુક્સાન બચાવી શકો છો.
આ પણ વાંચો: જાણો કેવી રીતે હેકરો કરે છે તમારું એકાઉન્ટ અને કાર્ડ હેક

ફૉરેક્સ પ્રીપેડ કાર્ડના ફાયદા
સૌથી પહેલા કરંસી એક્સચેન્જ કરાવતા પહેલા હાલ મિડ માર્કેટ એક્સચેન્જ રેટ જાણી લો. બાદમાં બેન્ક, એક્સચેન્જ સેન્ટર્સ કે પછી ઓનલાઈન પ્રોવાઈડર્સની ઓફરની તુલના કરી લો. તેનાથી તમને રેટનો ખ્લાય આવી જશે.
1. કરંસી બદલાવવા તેમજ પૈસા એક્સચેન્જ કરવા માટે દુકાન કે બ્રાંચ શોધવાની જરૂર નથી.
2. સામાન્ય ડેબિટ કે ક્રેડિટ કાર્ડની જેમ થાય છે ઉપયોગ
3. જો પર્સ ખોવાઈ જાય તો કાર્ડને બ્લોક કરાવી શકાય છે.
4. વીઝા કે માસ્ટર કાર્ડ એટીએમથી રોકડ ઉપાડી શકો છો.
5. 2.9 કરોડથી વધુ સ્ટોર્સ અન 16.5 લાખ એટીએમ પર સ્વીકાર્ય
6. મનરંજન અને ખાણી પીણી માટે શાનદાર ઓફર્સ
7. કરન્સી એક્સચેન્જમાં બદલાતા રેટની ઓછી અસર

સમજો ફોરેન એક્સચેન્જની કોસ્ટ
તમને એ વાત પણ જણાવી દઈએ કે ફોરેન એક્સચેન્જના ચાર્જને લઈ સ્પષ્ટ રહો, કારણ કે ક્યાંક ક્યાંક તમારે કેટલાક હિડન ચાર્જીસ ચૂકવવા પડી શકે છે. એટલે સમજો કે તમે કઈ ચીજ વસ્તુ પર કેટલો ખર્ચો કરી રહ્યા છો. પ્રવોઈડર્સ તમારી પાસેથી કમિશન, ફ્લેટ ફી, હેન્ડલિંગ ફી, મિનિમમ ચાર્જ તરીકે એક્સ્ટ્રા પૈસા લઈ શકે છે. પ્રોવાઈડર્સ એવું પણ કરે છે કે કરંસી એક એક્સચેન્જ રેટ પર ખરીદે અને પછી તેમાં માર્જિન લગાવીને જુદા રેટ પર વેચે. સાથે જ એક્સચેન્જ પ્રોવાઈડર્સ તમારી પાસેથી મની વાયર ટ્રાન્સફર કરવા માટે કે પછી બીજી ડિલવરી માટેની ફીઝ પણ લઈ શકે છે.

ટ્રાન્ઝેક્શન દરમિયાન સાવધ રહો
તમને ખ્યાલ હોવો જોઈે કે દરેક કરંસી એક્સચેન્જ ટ્રાન્ઝેક્શનનો ચાર્જ હોય છે.ત્યારે તમારે એ યાદ રાખવું જોઈે કે જેટલા ઓછા ટ્રાન્ઝેક્શન કરશો, તેટલો ઓછો ચાર્જ આપવો પડશે. કેટલીકવાર ટ્રાન્ઝેક્શન કરવાથી સારો ઓપ્શન એ હોય છે કે એક વારે વધુ અમાઉન્ટનું ટ્રાન્ઝેક્શન કરી લો. કેટલાક ઓનલાઈન પ્રોવાઈડર્સ એક નિશ્ચિત અમાઉન્ટથી ઉપરના ટ્રાન્ઝેક્શન પરા સારો રેટ આપે છે, સાથે જ કમિશનમાં પણ છૂટ આપે છે.

દગો થઈ શકે છે, બચો
દરેક કરંસીમાં નકલી નોટ હોય છે, એટલે દગાખોરીથી બચવા માટે અસલી નોટની જાણ હોવી જરૂરી છે. અસલી અને નકલી નોટ વચ્ચેનો ફરક જાણવો જરૂરી છે. નોટના સિક્યોરિટી ફીચર્સ અને વોટરમાર્ક જાણી લો. પરંતુ તેમ છતાંય ક્યારેક નકલી નોટ ઓળખવી મુશ્કેલ હોય છે, એટલે હંમેશા વિશ્વસનીય કે પ્રતિષ્ઠિત એક્સચેન્જ પ્રોવાઈડર્સ પાસે જ મની એક્સચેન્જ કરાવો.












Click it and Unblock the Notifications
