
LIC IPO : કયા દરે શેર મેળવી શકો છો અને તેની કિંમત કેટલી છે?
LIC IPO : LIC નો IPO આવવાનો છે. કંપનીએ તેના IPO માટે સેબીને અરજી કરી છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, તે IPOમાં રોકાણ માટે ખુલ્લું રહેશે અને માર્ચ 2022માં જ તેનું લિસ્ટિંગ થશે. મની કલેક્શનની દ્રષ્ટિએ આ દેશનો સૌથી મોટો IPO હશે.
આ સાથે, જો LICના શેરને સારી લિસ્ટિંગ મળે છે, તો તે દેશની સૌથી મોટી લિસ્ટેડ કંપની પણ બની શકે છે. આવી સ્થિતિમાં, દરેક વ્યક્તિ એ જાણવા માગે છે કે, તેમને LICના શેર કયા દરે મળશે. જો કે, તે કંપનીના બોર્ડ દ્વારા જ નક્કી કરવામાં આવશે, પરંતુ કંપની દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પરથી, દરને લઈને સ્થિતિ લગભગ સ્પષ્ટ છે. આવી સ્થિતિમાં, જો તમે LICના શેરના દર અથવા તેને સરળતાથી કેવી રીતે મેળવી શકો તે જાણવા માંગતા હો, તો તમે અહીં સંપૂર્ણ માહિતી મેળવી શકો છો.

LIC કયા દરે શેર જાહેર કરશે?
LICનો IPO લાવતા પહેલા કંપની અને સરકારે ઘણી તૈયારી કરી લીધી છે. જે બાદ 30 સપ્ટેમ્બર, 2021 નારોજ LICનું એમ્બેડેડ મૂલ્ય લગભગ 5.39 લાખ કરોડરૂપિયા થઈ ગયું છે.
એમ્બેડેડ મૂલ્ય કાઢવા માટે, સંખ્યાબંધ ગણતરીઓ કરવી પડશે, અને સંખ્યાબંધ મૂલ્યો આપવા પડશે. આ ઉપરાંત તે પરિમાણો પર એક વીમાકંપનીના એમ્બેડેડ મૂલ્યમાં તફાવત પણ બનાવી શકે છે. જો કે, ઘણી ગણતરીઓ પછી, આ LIC નું એમ્બેડેડ મૂલ્ય હોવાનું માની લેવામાં આવ્યું છે. સામાન્ય રીતે,વીમા કંપનીના શેરનો દર નક્કી કરવા માટે આને વિશ્વનો સૌથી મોટો આધાર માનવામાં આવે છે.
ભારતની વીમા કંપનીઓ કે, જેઓ હાલમાં શેરબજારમાં લિસ્ટેડ છે. તેઓ તેમના એમ્બેડેડ મૂલ્યના 3 થી 4 ગણા ગુણાંક પર વેપાર કરે છે. અહીં LICના શેરનો અંદાજતેના આધારે લગાવવામાં આવી રહ્યો છે. જો કે, મોટાભાગના લોકો માને છે કે, LICનું કદ જેટલું મોટું છે અને બજારમાં તેની મજબૂત સ્થિતિ છે, તે વધુ ગુણાંકમાંસૂચિબદ્ધ થઈ શકે છે, પરંતુ જો LICના શેરનો દર અન્ય વીમા કંપનીઓના સમાન ગુણાંક પર આવવાનો હોય, તો તેની શ્રેણી શું હોય શકે, ચાલો જાણીએ.

LICના શેરની કિંમત આટલી હોય શકે છે
ધારી લો કે, LIC શેરનો દર તેના એમ્બેડેડ મૂલ્યના 2 ગણાથી 3.5 ગણા વચ્ચે નિશ્ચિત છે, તો તેની શ્રેણી પ્રતિ શેર રૂપિયા 1,693 થી રૂપિયા 1,2962 ની વચ્ચે હોય શકેછે. તે જ સમયે, કંપનીનું મૂલ્યાંકન એલઆઈસીના એમ્બેડેડ મૂલ્યના 2 ગણાથી 3.5 ગણા વચ્ચે રૂપિયા 10.7 લાખ કરોડથી રૂપિયા 18.7 લાખ કરોડની વચ્ચે હોય શકે છે.
LIC પાસે 623 કરોડ શેર છે. જો કંપની IPO દ્વારા 5 ટકા શેર વેચે છે, તો LICના IPOનું કદ રૂપિયા 53,500 કરોડથી રૂપિયા 93,625 કરોડની વચ્ચે હોય શકે છે.

હવે જાણીએ કે શેરની કિંમત કયા વેલ્યુએશન પર હોય શકે છે
જો LICનો IPO કંપનીની એમ્બેડેડ વેલ્યુ કરતાં બમણી કિંમતે લાવવામાં આવે તો કંપનીનું માર્કેટ કેપ આશરે રૂપિયા 10.70 લાખ કરોડ થઈ શકે છે. આવી સ્થિતિમાંIPOનું કદ રૂપિયા 53,500 કરોડની આસપાસ હોય શકે છે અને આ સ્થિતિમાં શેરનો દર રૂપિયા 1693 થઇ શકે છે.
જો LICનો IPO કંપનીની એમ્બેડેડ વેલ્યુના 2.5 ગણા પર લાવવામાં આવે તો કંપનીનું માર્કેટ કેપ આશરે રૂપિયા 13.38 લાખ કરોડ થઈ શકે છે. આવી સ્થિતિમાંIPOનું કદ રૂપિયા 66,875 કરોડની આસપાસ હોય શકે છે. આવી સ્થિતિમાં શેરનો દર રૂપિયા 2,116 થઇ શકે છે.
જો LICનો IPO કંપનીની એમ્બેડેડ વેલ્યુના 3 ગણા પર લાવવામાં આવે તો કંપનીનું માર્કેટ કેપ આશરે રૂપિયા 16.05 લાખ કરોડ થઈ શકે છે. આવી સ્થિતિમાંIPOનું કદ રૂપિયા 80,250 કરોડની આસપાસ હોય શકે છે અને આ સ્થિતિમાં શેરનો દર રૂપિયા 2,540 થઇ શકે છે.
જો LICનો IPO કંપનીની એમ્બેડેડ વેલ્યુના 3.5 ગણા પર લાવવામાં આવે તો કંપનીનું માર્કેટ કેપ આશરે રૂપિયા 18.73 લાખ કરોડ થઈ શકે છે. આવી સ્થિતિમાંIPOનું કદ રૂપિયા 93,625 કરોડની આસપાસ હોય શકે છે અને આ સ્થિતિમાં શેરનો દર રૂપિયા 2,963 હોય શકે છે.

જાણો સરકાર પાસે કેટલા શેર છે
LICની રચના સમયે પ્રારંભિક મૂડી 100 કરોડ રૂપિયા હતી. LICની સ્થાપના સમયે તે પબ્લિક લિમિટેડ કંપની હોવાની કલ્પના કરવામાં આવી ન હતી, તેથી કોઈ શેરફાળવણી કરવામાં આવી ન હતી.
આવી સ્થિતિમાં, IPO લાવવામાં આવે તે પહેલાં LICને શેરધારકો સાથે કોર્પોરેટ માળખામાં રૂપાંતરિત કરવામાં આવ્યું હતું.જેમ કે, રોકાણ કરાયેલા રૂપિયા 100 કરોડની પ્રારંભિક મૂડી સરકારને રૂપિયા 10ની ફેસ વેલ્યુના શેરના રૂપમાં ફાળવવામાં આવી હતી.
જે બાદ સપ્ટેમ્બર, 2021માં,LICના ચોપડામાંના ફ્રી રિઝર્વેશનને 31 માર્ચ, 2020ના રોજ શેરમાં રૂપાંતરિત કરવામાં આવ્યા અને સમાન અંક મૂલ્ય ઉપરાંત 62.24 કરોડ ઇક્વિટી શેર સરકારનેફાળવવામાં આવ્યા હતા.
આ પછી, ફરીથી નાણાકીય વર્ષ 2020 અને 2021માં સરકારના સરપ્લસ શેરના બદલામાં સમાન ફેસ વેલ્યુના અન્ય 560 કરોડ ઇક્વિટી શેર જાહેર કરવામાં આવ્યાહતા.
આમ LICની કુલ ચૂકવણી મૂડી હવે રૂપિયા 6,324 કરોડ છે, જ્યારે શેરની સંખ્યા વધીને 632 કરોડ થઈ ગઈ છે. અત્યારે આ સમગ્ર શેર સરકાર પાસે છે. હવેસરકારે નક્કી કરવાનું છે કે, તે IPO હેઠળ 5 ટકા શેર વેચે કે 10 ટકા શેર.

LICના IPOમાં છૂટક રોકાણકારોનો 35 ટકા હિસ્સો હશે
LIC એ IPO ના 35 ટકા રિટેલ રોકાણકારો માટે અનામત રાખ્યા છે. સેબીને સુપરત કરાયેલા દસ્તાવેજમાં આ માહિતી સામે આવી છે. LIC આ IPO દ્વારા 31.62કરોડનું વેચાણ કરી શકે છે.
છૂટક રોકાણકારો ઉપરાંત, LIC તેના વીમાધારકો માટે IPO ના લગભગ 10 ટકા અનામત રાખી શકે છે.