છેલ્લો દિવસ: પાન કાર્ડને આધાર સાથે આ રીતે કરો લિંક

Posted By:
Subscribe to Oneindia News

કેન્દ્ર સરકારે આઘાર કાર્ડને પાનાકાર્ડ સાથે લિંક કરવાને અનિવાર્ય કર્યું છે. અને તમારી પાસે આમ કરવાનો આજે છેલ્લો દિવસ છે. આ લિંક નહીં હોય તો તમારે ઇનકમ ટેક્સ રિટર્ન નહીં ભરી શકો. જો હજી સુધી તમે આધાર કાર્ડને પાનકાર્ડ સાથે લિંક નથી કર્યું તો તમારી પાસે આ છેલ્લો અવસર છે. અને જો તમને આધાર અને પાન કાર્ડ લિંક કરતા ના આવડતું હોય તો અમે તમને અહીં સરળ રીતે શીખવાડી રહ્યા છીએ. આ માટે તમારે પહેલા ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવા માટેની વિભાગની વેબસાઇટમાં લોગ ઇન કરી આઇડી, પાસવર્ડ અને ડેટ ઓફ બર્થ ભરવાનું છે. અને જો તમે પહેલી વાર લોગ ઇન કરી રહ્યા હોવ તો તમારે પોતાને રજિસ્ટર્ડ કે સાઇન અપ કરવું પડશે.

pan card

લોગ ઇન કર્યા પછી એક પોપ-અપ વિન્ડો ખુલશે. જેમાં આધાર લિંક કરવાનો વિકલ્પ હશે. જો કોઇ વિન્ડો ના ખુલે તો તમે પ્રોફાઇલ સેટિંગમાં જઇને લિંક આધાર પર ક્લિક કરો. તે પછી આમાં તમારું નામ, જન્મ તિથિ, લિંગ સમેત તમામ માહિતી ભરી દો. અને તે જાણકારીને તમારા આધાર કાર્ડ સાથે સરખાવો. તમામ વસ્તુઓ એક વાર ચકાસ્યા પછી આધાર નંબર લખો અને લિંક નાઉ પર ક્લિક કરો. અને તે પછી તમારું આધાર અને પાનકાર્ડ લિંક થઇ જશે.

શું થશે નુક્શાન?

જો તમે 1 જુલાઇ 2017 સુધીમાં પોતાના આધાર કાર્ડને પાનકાર્ડ સાથે લિંક ના કર્યું તો તમારું પાનકાર્ડ રદ્દ થઇ શકે છે. અને પાનાકાર્ડ રદ્દ થતા તમે આઇટીઆર દાખલ નહીં કરી શકો. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે પણ આધાર અને પાનકાર્ડના લિંકઅપને ફરજિયાત કહ્યું છે. સાથે જ નોકરીયાત વ્યક્તિઓને સેલેરી મેળવવામાં પણ મુશ્કેલી પડી શકે છે. તો આજે આ છેલ્લી તારીખ અને છેલ્લા અવસરનો સદઉપયોગ કરીને તમારા આધાર કાર્ડને પાનકાર્ડ સાથે લિંક કરી લો.

English summary
Know process how to link aadhar card with pan card.
Please Wait while comments are loading...