કેવી રીતે તૈયાર થાય છે દેશનું બજેટ, જાણો આખી પ્રક્રિયા
કેવી રીતે તૈયાર થાય છે દેશનું બજેટ, જાણો આખી પ્રક્રિયા
બજેટ બનાવવાની પ્રક્રિયામાં નાણા મંત્રાલય, નીતિ આયોગ અને સરકારના અન્ય મંત્રાલય સામેલ હોય છે. નાણા મંત્રાલય દર વર્ષે ખર્ચના આધારે ગાઈડલાઈન જાહેર કરે છે. જે બાદ મંત્રાલયોએ પોતપોતાની માંગ જણાવવાની હોય છે. ત્યારે બજેટ જાહેર થાય તે પહેલા આવો જાણીએ કે આખરે કેવી રીતે બને છે દેશનું બજેટ.

લાંબા સમયથી તૈયારી થાય છે
લાંબા સમયથી બજેટ બનાવવાની તૈયારી થાય છે. હજારો લોકો દિવસ-રાત એક કરી આખો હિસાબ લગાવે છે. ભારતીય સંવિધાનના અનુચ્છેદ 112 મુજબ કેન્દ્રીય બજેટ કોઈ વર્ષ સરકારની અનુમાનિત આવક અને ખર્ચના લેખા-જોખા હોય છે.

બધાનો મંતવ્ય લેવામાં આવે
બજેટ બનાવવાની પ્રક્રિયામાં સહભાગિતા વધારવા માટે નાણઆ મંત્રાલય પાછલા કેટલાય વર્ષોથી નાગરિકોના મંતવ્યો મેળવી રહ્યું છે. નાણા મંત્રાલય ઉદ્યોગથી જોડાયેલ સંગઠનો અને પક્ષો પાસે પણ મંતવ્યો મંગાવે છે.

કોણ-કોણ બનાવે છે બજેટ
બજેટ બનાવવાની પ્રક્રિયામાં નાણા મંત્રાલય, નીતિ આયોગ અને સરકારના અન્ય મંત્રાલયો સામેલ હોય છે. નાણા મંત્રાલય દર વર્ષના ખર્ચના આધારે ગાઈડલાઈન જાહેર કરે છે અને તે બાદ મંત્રાલયોને પોતપોતાનો મત રાખવા જણાવવામાં આવે છે.

આવી રીતે અંતિમ રૂપ અપાય છે
બજેટના તમામ ડૉક્યુમેન્ટ્સ સિલેક્ટેડ અધિકારી જ તૈયાર કરે છે. આ પ્રક્રિયામાં ઉપયોગમાં આવતા તમામ કોમ્પ્યૂટર્સને બીજા નેટવર્ક સાથે ડીલિંક કરી દેવામાં આવે છે. બજેટ પર કામ કરતો 100 લોકોનો સ્ટાફ 2-3 અઠવાડિયા નોર્થ બ્લૉક ઑફિસમાં જ રહે છે. તેમને કેટલાક દિવસો સુધી બહાર આવવાની મંજૂરી નથી હોતી.

પછી સંસદમાં રજૂ થાય છે
બજેટ રજૂ કરવાની તારીખ પર સરકાર લોકસભા સ્પીકરની સહમતિ મેળવે છે. જે બાદ લોકસભા સચિવાલયના મહાસચિવ રાષ્ટ્રપતિ પાસેથી મંજૂરી મેળવે છે. નાણામંત્રી લોકસભામાં બજેટ રજૂ કરે છે. બજેટમાં રજૂ કરવાની ઠીક પહેલા સમરી ફૉર ધી કેબિનેટ દ્વારા બજેટના પ્રસ્તાવો પર કેબિનેટને સંક્ષેપમાં જણાવવામાં આવે છે. નાણામંત્રીના ભાષણ બાદ સદનના પટલ પર જ બજેટ રાખવામાં આવે છે.
-
IPL 2026: SRH માટે ડબલ ખુશખબર; પેટ કમિન્સની વાપસી નજીક, ઈજાગ્રસ્ત કાર્સની જગ્યાએ શ્રીલંકન ખેલાડી -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર









Click it and Unblock the Notifications
