હવે બેંકો આપના 100 રૂપિયા કાપી લેશે, થઇ જાવ સાવધાન!
[અજય મોહન] નવા નિયમો હેઠળ આપ કોઇના એકાઉંટમાં રૂપિયા જમા કરાવવા માટે બેંક જતા હોવ, અથવા આપના એકાઉન્ટમાં કોઇ બીજું કેશ જમા કરાવતું હોય તો બેંક આપનામાંથી 100 રૂપિયા કાપી લેશે. જોકે દેશમાં લાખો લોકો હજી પણ આ નિયમથી અજાણ છે અને લાખો લોકોને આ અંગે અડધી જ જાણકારી છે, માટે બેંક હાલમાં 100-100 રૂપિયા કરીને કરોડો કમાઇ રહી છે.
જોકે આપ આ નિયમના શિકાર થયા છો કે નહીં એતો પછીની વાત છે પરંતુ અમારી ફરજ બને છે આપને સાવધાન કરવાની. શું શું કરવાથી આપના એકાઉંટથી 100 રૂપિયા કપાઇ શકે છે અમે આપને એ જણાવવા જઇ રહ્યા છે.

બેંકો આપના 100 રૂપિયા કાપી લેશે
જો કોઇ અન્ય વ્યક્તિ આપના એકાઉન્ટમાં બેંક જઇને કેશ જમા કરાવશે ત્યારે 100 રૂપિયા.

બેંકો આપના 100 રૂપિયા કાપી લેશે
જો આપ કોઇ અન્યને બેંક મોકલીને પોતાના ક્રેડિટ કાર્ડનું બિલ જમા કરાવો છો, ત્યારે 100 રૂપિયા.

બેંકો આપના 100 રૂપિયા કાપી લેશે
જો આપ ખુદ બેંક જઇને પોતાના ક્રેડિટ કાર્ડનું બિલ કેશ જમા કરાવો છો, ત્યારે 100 રૂપિયા.

બેંકો આપના 100 રૂપિયા કાપી લેશે
જો કોઇ રીકરિંગ ડિપોઝિટ ખોલી રાખી હોય અને આપ મહીનાનો હપ્તો કેશ જમા કરાવતા હોવ, ત્યારે 100 રૂપિયા.

બેંકો આપના 100 રૂપિયા કાપી લેશે
જો આપ કોઇ પણ પ્રકારની લોનનો હપ્તો બેંકમાં જમાં કરાવો છો અથવા કોઇનાથી કરાવો છો ત્યારે 100 રૂપિયા.

બેંકો આપના 100 રૂપિયા કાપી લેશે
જો આપ કોઇને ચેક આપો છો જેમાં A/C Payee નથી લખ્યું, અને તે બેંક જઇને તેને કેશ ઉપાડે છે તેવામાં 100 રૂપિયાનો ચાર્જ લાગશે.

બેંકો આપના 100 રૂપિયા કાપી લેશે
જો આપ કોઇને ચેક આપો છો અને આપના ખાતામાં પુરતું બેલેન્સ નથી તો, આવી રીતે ચેક કેન્સલ થતા 100 રૂપિયા ચાર્જ.
જો આપે દેશની બહાર જઇને કોઇ એટીએમમાંથી રૂપિયા નીકાળો છો ત્યારે 100 રૂપિયા કરતા વધારે કપાય છે.

બેંકો આપના 100 રૂપિયા કાપી લેશે
જો આપ બેંક પાસે ડુપ્લીકેટ સ્ટેટમેંટ માંગતા હોવ, ત્યારે આપે તેના માટે 100 રૂપિયા આપવા પડશે.
જો આપ એક કરતા વધારે ચેક પર સ્ટોપ પેમેન્ટ લગાવશો, ત્યારે 100 રૂપિયા આપવા પડે છે.

કેવી રીતે બચશો
ઉપર આપવામાં આવેલા 1થી 6 બિંદુઓમાં જો આપને 100 રૂપિયા કપાવવાથી બચાવવા હોય તો, ઇંટરનેટ બેંકિંગનો ઉપયોગ કરો. ઇંટરનેટ બેકિંગમાં આપે વર્ષમાં માત્ર એક નાનકડી રકમ પે કરવાની રહે છે. પછી વર્ષ સુધી આપ કોઇપણ ટ્રાંજેક્શન કરો, કોઇ ચાર્જ નથી લાગતો.
તસવીરમાં આપ જોઇ શકો છો કે ક્રેડિટ કાર્ડનું િલ કેશ જમા કર્યા બાદ બેંકે કેવી રીતે 100 રૂપિયા એ જ દિવસે કાપી લીધા છે.

કેવી રીતે બચશો
પોઇંટ 7 હેઠળ 100 રૂપિયા બચાવવા હોય તો પોતાના એકાઉન્ટમાં બેલેન્સ હોવા પર પણ કોઇને ચેક આપો.

કેવી રીતે બચશો
પોઇન્ટ 8 જેનાથી આપ નથી બચી શકતા.
પોઇન્ટ 9 જ્યારે પણ બેંક આપના ઇ-મેઇલ પર સ્ટેટમેંટ મોકલે, ત્યારે તેને સેવ કરી લો, કારણ કે ક્યારે ક્યાં સ્ટેટમેન્ટની જરૂરત પડી જાય.

કેવી રીતે બચશો
પોઇન્ટ 10 ત્યારે જ કામમાં આવે છે, જ્યારે આપ ચેક આપી ચૂક્યા હોવ અને રૂપિયા આપવા નથી માંગતા, અથવા કોઇ આપની ખોટી સહી કરીને ચેક લગાવે છે તો.