જાણો ઇન્ફોસિસના કેટલાક અનોખા ફેક્ટ્સ
ભારતમાં કેટલીક એવી આઇટી કંપનીઓ છે જે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પોતાની એક અલગ ઓળખ ધરાવે છે. તેમાં ઇન્ફોસિસ એક જાણીતુ નામ છે.
ઇન્ફોસિસ ભારતની બીજી સૌથી મોટી આઇટી કંપની છે, જે સૌતી વધુ આવક રળે છે, પરંતુ ઘણા લોકોને ઇન્ફોસિસ સાથે જોડાયેલી કેટલીક વાતો અંગે માહિતી નહીં હોય. જેમકે આજે પણ ઘણા લોકો એવું માને છે કે, ઇન્ફોસિસ મુંબઇ બેઝ કંપની છે, જ્યારે ઇન્ફોસિસ બેંગ્લોર બેઝ કંપની છે. આ ઉપરાંત એવા ઘણા ફેક્ટ છે, જે અંગે તમે બધા જાણતા પણ નહીં હોવ.
ઇન્ફોસિસને બનાવવામા 6 નહીં પણ સાત લોકોનો હાથ હતો
ઇન્ફોસિસની પાછળ 6 નહીં પરંતુ સાત લોકોનું માઇન્ડ હતુ, જેમાં નંદન નિલેકાની, એનએસરાઘવન, ગોપાલકૃષ્ણન, એસ ડી શિબુલાલ, કે દિનેશ અને અશોક અરોરા, રાઘવન સામેલ હતા. જેમાં અશોક અરોરા 1988માં પોતાના શેર વેચીને યુનાઇટેડ સ્ટેટ જતા રહ્યાં હતા અને ત્યા એક કન્સલટેન્ટના રૂપમાં કામ કરવા લાગ્યા હતા.
7 લોકોથી શરૂ થયેલી કંપનીમાં હવે માત્ર 4 લોકો છે
ઇન્ફોસિસને શરૂ કરવામાં ભલે સાત લોકોનું માઇન્ડ હોય પરંતુ ગયા વર્ષે નંદન નિલેકાનીએ સરકારના નેશનલ આઇડેન્ટિટી પ્રોગ્રામને જોઇન કરી ઇન્ફોસિસને અલવિદા કરી દીધી. આ પહેલા એનએસરાઘવન ઇન્ફોસિસને છોડી ચૂક્યા હતા.

પહેલી ઓફિસ
બહુ ઓછા લોકોને જાણ હશે કે ઇન્ફોસિસની હેડ ઓફિસ બેંગ્લોરમાં છે, પરંતુ સૌથી પહેલા ઇન્ફોસિસની રજિસ્ટર્ડ ઓફિસ મુંબઇમાં ખુલ્યુ હતુ, જે એનએસ રાઘવનના ઘરમા હતું. ત્યાર બાદ 1983માં કંપનીએ પોતાનુ હેડક્વાર્ટર બેંગ્લોરમાં બનાવ્યું, જ્યારે કંપનીનું સૌથી પહેલી ઇન્ટરનેશલ ઓફિસ બોસ્ટન યુએસમાં હતું.

પહેલા બે વર્ષમાં કંપની પાસે એકપણ કોમ્પ્યુટર નહોતુ
ભલે આ વાત થોડી હેરાન કરી મુકે તેવી હોય પરંતુ ઇન્ફોસિસ જ્યારે ખોલવામાં આવી ત્યારે કંપની પાસે એક પણ કોમ્પ્યુટર નહોતુ. 2 વર્ષ બાદ 1981માં ઇન્ફોસિસમાં પહેલુ કોમ્પ્યુટર આવ્યું હતું. જેનુ નામ ડેટા જનરલ 32 બિટ MV8000 હતું.

ભારતીય બજારમાં માત્ર 1 ટકા રેવન્યુ હતુ
2008 અને 2009માં ઇન્ફોસિસની કુલ રેવન્યુમાંથી માત્ર એક ટકા રેવન્યુ ભારતીય બજારમાંથી આવી હતી. ત્યારબાદ કંપનીએ ભારતીય બજાર તરફનું વલણ કર્યું.

1989માં પહેલી ક્રાઇસિસમાં ફસાઇ ઇન્ફોસિસ
1989માં ઘણા કપરા સમયનો સામનો કરવો પડ્યો હતો, ઇન્ફોસિસે ત્યારે પહેલીવાર કર્ટ સાલમન એસોસિએટ સાથે કર્યા હતા, પરંતુ 1989 કંપનીએ ખોટના કારણે ઘણું નુક્સાન વેઠવું પડ્યું હતું.

આઇપીઓ
1992માં ઇન્ફોસિસે પોતાનો પહેલો આઇપીઓ બહાર પાડ્યો હતો, જેમાં એક શેરની કિંમત 96 રૂપિયા હતા.

ભારતની પહેલી કંપની જે નાસડેકમાં લિસ્ટેડ છે
1999માં ઇન્ફોસિસ પહેલી એવી ભારતીય કંપની બની જેને અમેરિકન સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ કરવામાં આવી હતી. ત્યારે ઇન્ફોસિસની એક વર્ષમાં 100 મિલિયન ડોલર રેવન્યુ હતી.

1 લાખ કરતા વધુ કર્મચારી
ઇન્ફોસિસમાં ગત વર્ષે ઇન્ફોસિસે ટીસીએસને પછાડતા 1 લાખ કર્મચારીઓના આકડા સુધી પહોંચી. હવે ઇન્ફોસિસ ભારતની બીજી સૌથી વધુ કર્મચારી ધરાવતી કંપની બની ચૂકી છે.

Click it and Unblock the Notifications