For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

LTB આવતા વર્ષ સુધી મુલતવી રાખી શકાશે : મહારાષ્ટ્ર સરકાર

|
Google Oneindia Gujarati News

lbt
મુંબઇ, 24 મે : મહારાષ્ટ્રની સરકાર દ્વારા નવા દાખલ કરાયેલા લોકલ બોડી ટેક્સ સામે મહારાષ્ટ્રભરના વેપારીઓએ એક અવાજે વિરોધ નોંધાવ્યો છે ત્યારે એનો અમલ ટૂંક સમયમાં ન કરવાનો નિર્ણય લેવાયો હોવાનું રાજ્યના એક સિનિયર પ્રધાને જણાવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્ર સરકારે વેપારીઓને એલબીટી આવતા વર્ષ સુધી મુલતવી રાખવાની તૈયારી દર્શાવી છે.

વેપારીઓના સંગઠનો સાથે સર્વસંમત્તિ સધાયા બાદ જ નવો ટેક્સ લાગુ કરાશે. તે માટે સરકાર યોગ્ય કાયદો પણ ઘડવા તૈયાર થઈ છે. અગાઉ નિર્ધાર્યા મુજબ, એલબીટીનો અમલ મુંબઈમાં આ વર્ષની 1 ઓક્ટોબરથી કરાવાનો હતો. એલબીટી ટેક્સ ઓક્ટ્રોયનું સ્થાન લેવાનો છે. રાજ્યના અમુક શહેરોમાં તે લાગુ કરી દેવાયો છે, પરંતુ ત્યાં પણ વેપારીઓએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે.

રાજ્યના મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણ સાથે સરકારી ગેસ્ટ હાઉસ સહ્યાદ્રીમાં આયોજિત બેઠકમાં મુંબઈના કોંગ્રેસી સંસદસભ્યો ગુરુદાસ કામત, પ્રિયા દત્ત, પ્રધાન નસીમ ખાન, કેન્દ્રિય પ્રધાન મિલિંદ દેવરા અને છૂટક વેપારીઓ તથા હોલસેલ વેપારીઓના સંગઠનોના લગભગ 200 પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા.

મુંબઇના વેપારીઓનું પ્રતિનિધિત્વ કરતા એક રીટેલરે જણાવ્યું કે ‘ભલે અમે મુંબઈના રીટેલરોને રિપ્રેઝન્ટ કરતા હોઈએ પણ રાજ્યભરમાં આપણી સિસ્ટમ મુજબ દરેક શહેરમાં હોલસેલરો છે જે માલ ઇમ્ર્પોટ કરી એ શહેરના નાના વેપારીઓને વેચે છે. એથી રીટેલરો તો ઑક્ટ્રૉય પણ ભરતા નથી અને તેઓ માલની અન્ય શહેરોમાંથી ઇમ્ર્પોટ પણ કરતા નથી તો તેમણે શા માટે LBT ભરવો જોઈએ? શા માટે તેમણે રજિસ્ટ્રેશન કરાવવું જોઈએ? બીજું, જે વેપારીઓ બહારગામથી માલ મગાવે છે તે પણ એ મુદ્દે તો મક્કમ છે કે અમને LBT માટે બીજી અસેસમેન્ટ ઑથોરિટી નથી જ જોઈતી. ત્રીજો મહkવનો સવાલ ફેરિયાઓનો છે. દુકાનદારો બધી જ જાતનાં લાઇસન્સ લઈ, ઇન્વેસ્ટમેન્ટ કરી ઇન્કમ-ટૅક્સ, સેલ્સ-ટૅક્સ બધું જ ભરે છે એની સામે ફેરિયાઓ કોઈ ચોપડા રાખતા નથી, કોઈ ટૅક્સ ભરતા નથી અને ઘણી વાર તો દુકાનદાર કરતાં વધુ કમાણી કરે છે. તો શું સરકાર તેમને LBTમાં સામેલ કરશે?'

English summary
LBT can be postponed till next year : Maharashtra Government
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X