For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

LIC પોલિસીમાં તમારો મોબાઇલ નંબર જાતે જ ઉમેરો, આ રીત છે

એલઆઈસી (LIC) એ તેના વીમાધારકોને રાહત આપતા, ઘરે બેઠા પોતાની પોલિસીમાં મોબાઇલ નંબર અને ઈ-મેલને જોડાવાની સુવિધા આપી છે.

|
Google Oneindia Gujarati News

એલઆઈસી (LIC) એ તેના વીમાધારકોને રાહત આપતા, ઘરે બેઠા પોતાની પોલિસીમાં મોબાઇલ નંબર અને ઈ-મેલને જોડાવાની સુવિધા આપી છે. એલઆઈસી (LIC) ની યોજના 1 માર્ચ 2019 થી સંપૂર્ણ રીતે ડિજિટલ બનવાની છે. આ પછી કંપની વીમા હપતાની માહિતી દરેક વીમેદારને એસએમએસ દ્વારા મોકલવાનું શરૂ કરશે. આ એસએમએસ હપતા આગમન પર અને હપ્તા પ્રાપ્ત થયા પછી પણ મળશે. જો કોઈ વ્યક્તિ હપતા જમા કરવાનું ભૂલી જાય, તો એક રિમાઇન્ડર પણ મોકલવામાં આવશે. ઑનલાઇન મોબાઇલ નંબર અપડેટ કરતી વખતે, ફક્ત તમારો પોલિસી નંબર યાદ હોવો જોઈએ.

આ પણ વાંચો: આ સરકારી બેંકનું નામ બદલાઈ રહ્યું છે, જાણો ખાતાધારકો પર અસર

એલઆઈસી(LIC)એ એલર્ટ કરવાનું શરુ કર્યું

એલઆઈસી(LIC)એ એલર્ટ કરવાનું શરુ કર્યું

એલઆઈસી(LIC)એ આ બાબતે તેના ગ્રાહકોને એસએમએસ દ્વારા જણાવવાનું શરૂ કર્યું છે. જે લોકોનો મોબાઇલ નંબર એલઆઈસી(LIC)માં છે તે લોકોને આ એસએમએસ મળે છે. પરંતુ જો તમને આ એસએમએસ એલઆઈસી (LIC) તરફથી મળ્યો નથી, તો સમજી જાવ કે તમારો મોબાઇલ નંબર હજી સુધી અપડેટ થયો નથી. આવામાં, તમારે એલઆઈસી(LIC)માં તમારો મોબાઇલ નંબર અને ઇમેઇલ ઑનલાઇન અપડેટ કરવો પડશે.

આ ઑનલાઇન રીત છે

આ ઑનલાઇન રીત છે

એલઆઈસી (LIC) ની વેબસાઈટ www.licindia.in/Customer-Services/Help-Us-To-Serve-You-Better પર જઈને તમારે તમારું નામ, મોબાઇલ નંબર અને ઇમેઇલ આપવો પડશે. આ પછી એલઆઈસી (LIC) તરફથી તમને પૂછવામાં આવશે કે તમારી પાસે કેટલી વીમા પૉલિસી છે. આ પછી તમારે આ વીમા પૉલિસીના નંબર ભરવા પડશે. જેમ તમે આ માહિતી દાખલ કરો છો તેમ જ તમારા રેકોર્ડ્સ અપડેટ કરવામાં આવશે. ત્યાર પછી, એલઆઈસી (LIC) વતી એક વેરિફિકેશન કૉલ આવશે.

રજિસ્ટર ન કરાવવાનું નુકશાન

રજિસ્ટર ન કરાવવાનું નુકશાન

જો તમે તમારો નંબર નોંધાવ્યો નથી, તો તમને એલઆઈસી (LIC) અપડેટ્સ મળશે નહીં. કેટલીકવાર આના કારણે, તમને વીમા પૉલિસીની ચુકવણી કરવામાં વિલંબ થાય છે જેના પર તમારે દંડ ચૂકવવાનો હોય છે. પરંતુ જો તમે આ પ્રક્રિયા કરી હોય તો તમે આ નુકસાનને બચાવી શકશો.

English summary
lic how to register or update your mobile number in LIC insurance policy
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X