જાણો : હોમ લોન રેટમાં કઇ બેંકે કેટલો ઘટાડો કર્યો?
દેશમાં હોમ લોન લેન્ડિંગ રેટમાં ઘટાડો થયો છે. હોમ લોન રેટમાં ઘટાડાના સમાચેર હોમ લોન લેવા ઇચ્છતી વ્યક્તિઓ માટે સારા સમાચાર છે. કારણ કે હોમ લોન રેટમાં નાનકડો ઘટાડો થાય તો પણ મોટો ફેર પડી શકે છે. કારણ કે હોમ લોનની રકમ ખૂબ મોટી હોય છે. હોમ લોન લાંબા ગાળાની હોવાથી તેના દરમાં થોડો ઘટાડો થાય તો પણ તેના કુલ વ્યાજની રકમમાં મોટો ઘટાડો થાય છે.
અહીં અમે કેટલીક બેંકો અને સંસ્થાઓએ તેમના હોમ લોન ઇન્ટરેસ્ટ રેટમાં કેટલો ઘટાડો કર્યો છે તેની વિગતો આપી રહ્યા છીએ...

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા
દેશની સૌથી મોટ નેશનલાઇઝ્ડ બેંક જો તેના દરોમાં ફેરફાર કરે તો મોટા ભાગે અન્ય બેંકો પણ તેને અનુસરતી હોય છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ તેના હોમ લોન રેટમાં 15 bpsનો એટલે કે 0.15 ટકાનો ઘટાડો કર્યો છે. SBIનો જુનો દર 10.30 ટકા હતો જે ઘટીને 10.15 ટકા થયો છે.
મહિલા લોન લેનારાઓ માટે આ દર 10.10 ટકા રાખવામાં આવ્યો છે. નવા દર અમલમાં આવી ચૂક્યા છે. અહીં ખાસ નોંધવા જેવી બાબત એ છે કે આ લાભ રૂપિયા 75 લાખથી વધારેની લોન લેનારને માટે છે. કારણ કે 75 લાખ રૂપિયાથી ઓછી લોન લેનારને બેંક 10.15 ટકાના દરે જ લોન આપી રહી છે.

પંજાબ નેશનલ બેંક
પંજાબ નેશનલ બેંક રૂપિયા 2 કરોડ સુધીની હોમ લોન 10.25 ટકાના વાર્ષિક વ્યાજે આપી રહી છે. જ્યારે 2 કરોડ રૂપિયાથી વધારેની લોન લેનારા ગ્રાહકો માટે વ્યાજદર 10.50 ટકા છે. આ પહેલા પંજાબ નેશનલ બેંક રૂપિયા 75 લાખની રકમ સુધીની લોન માટે 10.25 ટકા અને તેથી વધારે રકમ માટે 10.50 ટકા વ્યાજ વસૂલતી હતી.

HDFC બેંક
HDFC બેંક તેના મોનસૂન બોનાન્ઝા સ્કીમ હેઠળ રૂપિયા 75 લાખથી વધારેની હોમ લોન 10.15 ટકાના દરે આપી રહી છે.

હોમ લોનના દર હજી ઘટશે?
વર્તમાન સમયમાં હોમ લોન દરમાં જે રીતે ઘટાડો કરવામાં આવ્યો છે તે જોતા ભવિષ્યમાં હોમ લોનના દર યથાવત રહેવાની શક્યતા છે. કારણ કે હજી પણ ફુગાવો યથાવત છે. આ કારણે આરબીઆઇ વ્યાજ દર ઘટાડવા માટે તૈયાર નથી. આ કારણે આપ લોન લેના માંગો તો સારો સમય છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
