For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોંઘવારી દર 6 ટકા રહેવાની સંભાવના: રંગરાજન

|
Google Oneindia Gujarati News

rangrajan
નવી દિલ્હી, 23 એપ્રિલ: જથ્થાબંધ ભાવ સૂચકાંક પર આધારિત મોંઘવારી દર 2012-13ના અંતમાં 5.96 ટકા હતો. પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર સમિતિના અધ્યક્ષ સી. રંગરાજને પત્રકાર પરિષદમાં જણાવ્યું કે સરકારની આશા અનુસાર હાલના મહિનામાં પ્રમુખ ઉદ્યોગોનો મોંઘવારી દર ઘટ્યો છે.

તેમણે જણાવ્યું કે હાલમાં વ્યવસાયિક વર્ષમાં પ્રાથમિક ખાદ્ય મોંઘવારી દર લગભગ 8 ટકા, ઇંધણ મોંઘવારી દર લગભગ 11 ટકા અને ઉત્પાદન વસ્તુઓનો મોંઘવારીદર લગભગ ચાર ટકા રહેવાનું અનુમાન છે.

રંગરાજને જણાવ્યું કે 'છ ટકાની આસપાસ મોંઘવારી દરથી દરોમાં કપાતની સુવિધા મળે છે.' ભારતીય રિઝર્વ બેંક મોંઘવારી પર અંકુશ લગાવવા પાછલા ત્રણ વર્ષોથી કડક નાણાકિય નીતિઓ પર ચાલી રહ્યું છે. રિઝર્વ બેંક ત્રણ મેના રોજ નાણાકિય નીતિની જાહેરાત કરવાની છે. રંગરાજને માન્યું કે છ ટકા મોંઘવારી દર પણ વધારે છે હજી તેને ઓછો કરવાની જરૂર છે.

English summary
Lower inflation gives RBI greater space to cut rate said Rangarajan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X