For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એક મહિનામાં બીજી વખત વધ્યા LPG સિલિન્ડરના ભાવ, જાણો નવી કિંમત

એક મહિનામાં બીજી વખત વધ્યા LPG સિલિન્ડરના ભાવ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ નવેમ્બર મહિનામાં સરકારે બીજી વાર એલપીજી ગેસના ભાવમાં વધારો ઝીંક્યો છે. શુક્રવારે સરકારે એલપીજી ડીલર્સના કમીશનમાં પ્રતિ સિલિન્ડર દીઠ 2 રૂપિયાનો વધારો ઝીંક્યો છે. આ નવા વધારાને પગલે 14.2 કિગ્રાના સબસિડી વાળા એલપીજી સિલિન્ડરની કિંમત 507.42 રૂપિયા થઈ ગઈ છે, જણાવી દઈએ કે અત્યાર સુધી આ સિલિન્ડરની કિંમત 505.34 રૂપિયા હતી.

ગેસ સિલિન્ડરની કિંમતો વધી

ગેસ સિલિન્ડરની કિંમતો વધી

અગાઉ પેટ્રોલિયમ મંત્રાલયે ડીલક કમિશન વધારવાનો આદેશ આપ્યો હતો. મંત્રાલયે પોતાના આદેશમાં કહ્યું હતું કે, 14.2 કિલો અને 5 કિલોના સિલિન્ડર પર ઘરેલૂ એલપીજી ડિસ્ટ્રીબ્યૂટર્સનું કમિશન પાછલા વર્ષે સપ્ટેમ્બર 2017માં ક્રમશઃ 48.89 રૂપિયા તથા 24.20 રૂપિયા નક્કી કરવામાં આવ્યું હતું. આદેશ મુજબ, એલપીજી વિતરકોને કમિશનની નવી રીતે સમીક્ષા માટે અધ્યયનમાં વિલંબ થવાની વચ્ચે પરિવહન લાગત, વેતન વગેરેમાં વૃદ્ધિને જોઈ અંતિમ ઉપાયના રૂપે વિતરણકારોના કમિશન 14.2 કિલોના સિલિન્ડર માટે વધારીને 50ય58 રૂપિયા પ્રતિ સિલિન્ડર તથા 5 કિલોના સિલિન્ડર માટે 25.29 રૂપિયા વધારાનો ફેસલો લેવામાં આવ્યો.

એક મહિનામાં બીજી વાર ભાવવધારો ઝીંકાયો

એક મહિનામાં બીજી વાર ભાવવધારો ઝીંકાયો

આ મહિને જ એલપીજીની કિંમતોમાં બીજી વખત વધારો કરવામાં આવ્યો છે, જ્યારે અગાઉ 1 નવેમ્બરે કિંમત 2.94 રૂપિયા પ્રતિ સિલિન્ડર વધારવામાં આવી હતી. જૂન બાદથી બેઝ પ્રાઈઝ પર ચૂકવવામાં આવનાર જીએસટીને પગલે દર મહિને કિંમત વધી રહી છે અને અત્યાર સુધીમાં 16.21 રૂપિયા કિંમત વધી ચૂકી છે.

જાણો નવી કિંમત

જાણો નવી કિંમત

મુંબઈમાં 14.2 કિગ્રાના સબસિડી વાળા એલપીજી સિલિન્ડરની કિંમત 505.39 રૂપિયા, જ્યારે કોલકાતામાં 510.70 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે ચેન્નઈમાં તેની કિંમત 495.39 રૂપિયા છે. સ્થાનિક ટેક્સિસ અને ટ્રાન્સપોર્ટેશન કૉસ્ટને પગલે રાજ્યોમાં કિંમત વિવિધ હોય છે.

ટૉપ 5 એજ્યુકેશન લૉન ટેક્સ ડિડક્શન ટૉપ 5 એજ્યુકેશન લૉન ટેક્સ ડિડક્શન

English summary
LPG , price hike, cooking gas,LPG prices
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X