બિનસબસિડીવાળા ગેસ સિલિન્ડમાં રૂપિયા 16.50નો વધારો

નવી દિલ્હી, 1 જુલાઇ : બિનસબ્સિડીવાળા રાંધણ ગેસ (એલપીજી) સિલિન્ડરના ભાવમાં પ્રતિ સિલિન્ડર રૂપિયા 16.50નો વધારો કરવામાં આવ્યો છે.

બીજી તરફ જેટ ફ્યુઅલના ભાવમાં અડધા ટકાનો વધારો કરાયો છે. ઈરાકમાં હાલ ચાલી રહેલી રાજકીય કટોકટીને લીધે ક્રુડ તેલના આંતરરાષ્ટ્રીય ભાવમાં આવેલા ઉછાળાને કારણે ભાવવધારાનો આ નિર્ણય લેવો પડ્યો છે.

lpg-gas-cylinder

ગ્રાહકો વાર્ષિક ધોરણે તેમને મળતા 14.2 કિ.ગ્રા.ના સબ્સિડીવાળા 12 એલપીજી સિલિન્ડર વાપરી લીધા બાદ સબ્સિડી વગરનું સિલિન્ડર બજાર ભાવે ખરીદે છે. હવે પ્રત્યેક 14.2 કિ.ગ્રા.વાળું બિનસબ્સિડીવાળું ગેસ સિલિન્ડર દિલ્હીમાં રૂપિયા 922.50માં પડશે. આ પહેલા ગયા મહિને બિનસબ્સિડીવાળા એલપીજી સિલિન્ડરના ભાવમાં રૂિપયા 23.50નો ઘટાડો કરાયો હતો.

ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ એવિએશન ટર્બાઈન ફ્યુઅલ (એટીએફ)ના ભાવમાં અડધા ટકા જેટલો વધારો કર્યો છે. મુંબઈમાં જેટ ફ્યુઅલની કિંમત પ્રતિ કિલોલીટર રૂપિયા 72,411.21 થશે, જે અગાઉ રૂપિયા 71,940.36 હતી. આ ભાવ પ્રત્યેક રાજ્યમાં સ્થાનિક વેચાણ વેરા કે વેટ અનુસાર અલગ અલગ રહેશે.

નોંધનીય છે કે મોદી સરકારે ગઇ કાલે પેટ્રોલમાં પ્રતિ લીટર રૂપિયા 1.69 અને ડિઝલમાં પ્રતિ લીટર 50 પૈસાનો વધારો કર્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X