For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડુંગળીએ બનાવ્યો કરોડપતિ, વ્યાજે રૂપિયા લઈને કરી હતી ખેતી

ડુંગળીએ બનાવ્યો કરોડપતિ, વ્યાજે રૂપિયા લઈને કરી હતી ખેતી

|
Google Oneindia Gujarati News

દેશમાં એક ખેડૂત એવો પણ છે, જેણે દેવું કરીને ખેતી કરી અને કેટલાક જ દિવસમાં કરોડપતિ બની ગયો. જી હાં, ડુંગળીના વધતા ભાવથી લોકો પરેશાન છે, ત્યારે દેશના એક ખેડૂતને આ વધતા ભાવે જ કરોડપતિ બનાવી દીધો. આ ખેડૂત પાસે માત્ર 10 એકર જમીન હતી. તેના વિસ્તારમાં સિંચાઈ માટે પાણીની અછત હતી. ત્યારે ખેડૂતે ડુંગળીની કેતી કરી. આ માટે તેણએ 15 લાખનું દેવું કર્યું. બાદમાં 10 એકર જમીન ભાડે લીધી. અને 20 એકર જમીનમાં ડુંગળીની ખેતી શરૂ કરી. બાદમાં ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા અને જોતજોતામાં આ ખેડૂત કરોડપતિ બની ગયો. સ્થિતિ એવી છે કે આસપાસના વિસ્તારના લોકો માટે આ ખેડૂત રોલમોડેલ બન્યો છે. દૂરદૂરથી લોકો તેમને મળવા આવી રહ્યા છે. બીજી તરફ ખેડૂતનું કહેવું છે કે સૌથી પહેલા દેવુ પુર કર્યા પછી ઘર સરખું કરાવશે, પરંતુ ડુંગળીની ખેતી ચાલુ રાખશે. ચાલો જાણીએ આ રોલ મોડેલ ખેડૂત વિશે.

કર્ણાટકનો છે ખેડૂત

કર્ણાટકનો છે ખેડૂત

કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લાના ડોડ્ડાસિદ્વાવનહલ્લીના ખેડૂત મલ્લિકાર્જુન આ વખતે ડુંગળીનો ભાવ વધવાથી કરોડપતિ બની ચૂક્યા છે. મલ્લિકાર્જુને ત્યારે ખેતી પર ધ્યાન આપવાનું શરૂ કર્યું જ્યારે આસપાસના વિસ્તારના લોકો ખેતી છોડી રહ્યા હતા. ખેતી છોડવાનું કારણ ભૂગર્ભજળ ઓછું થવાનું હતું. આ સમયમાં મલ્લિકાર્જુને ગામના ખેડૂતોની 10 એકર જમીન પટ્ટા પર લીધી, તેમની પાસે પહેલાથી જ 10 એકર જમીન હતી. આ રીતે તેમણએ 20 એકર જમીનમાં ડુંગળીની ખેતી કરી. આ માટે મલ્લિકાર્જુને 15 લાખની લોન પણ લીધી. મલ્લિકાર્જુને ખેતી તો 2004થી કરે છે. ગત વર્ષ સુધી તેને ડુંગળીની ખેતીથી કોઈ ફાયદો નહોતો થઈ રહ્યો. તેમ છતાંય તેમણે ડુંગળીની ખેતી બંધ ન કરી.

આ વખતે રેકોર્ડ બ્રેક ડુંગળીનો પાક ઉતર્યો

આ વખતે રેકોર્ડ બ્રેક ડુંગળીનો પાક ઉતર્યો

મીડિયામાં આવેલી માહિતી પ્રમાણે આ વખતની ડુંગળીની કેતી મલ્લિકાર્જુન માટે ભાગ્ય પલટાવનારી રહી. મલ્લિકાર્જુનના કહેવા પ્રમાણે ઓક્ટોબર સુધી ડુંગળીની કિંમત ઓછી હોવથી તેમને એ ચિંતા હતી કે લોન કેવી રીતે ભરશે. પરંતુ અચાનક નવેમ્બરથી ડુંગળીના ભાવ વધવા લાગ્યા. પહેલા 7 હજાર રૂપિયે પ્રતિ ક્વિન્ટલ અને કેટલાક જ દિવસમાં કિંમત 12 હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સુધી પહોંચી.

આ રીતે મલ્લિકાર્જુન બન્યા કરોડપતિ

આ રીતે મલ્લિકાર્જુન બન્યા કરોડપતિ

મલ્લિકાર્જુન પાસે લગભગ 24 ટન ડુંગળીનો પાક હતો. આટલો પાક 20 ટ્રક જેટલો થાય છે. તેમણે મોંઘા ભાવે ડુંગળીનો પાક વેચ્યો અને જોતજોતામાં કરોડપતિ બની ગયા. મલ્લિકાર્જુને ડુંગળીની ખેતી માટે 15 લાક રૂપિયાની લોન લઈને રોકાણ કર્યું હતું. જે દિવસે ડુંગળીની ખેતી શરૂ કરી ત્યારથી તેમને લાગતુ હતું કે આ વર્ષે 5 લાખથી લઈ 10 લાખ સુધીનો નફો થશે. પરંતુ ડુંગળીના ભાવ વધતા તેઓ કરોડપતિ બની ગયા.

અચાનક મલ્લિકાર્જુન બન્યા રોલ મોડેલ

અચાનક મલ્લિકાર્જુન બન્યા રોલ મોડેલ

મલ્લિકાર્જુન હવે પોતાના વિસ્તારમાં રોલ મોડેલ બની ચૂક્યા છે. તેમનું ગામ બેંગ્લોરથી 200 કિલોમીટર દૂર છે. ગામનું નામ છે ચિત્રદુર્ગ. હવે તેઓ આ વિસ્તારના રોલ મોડેલ બની ચૂક્યા છે. મલ્લિકાર્જુનનું કહેવું છે કે કમાણીથી તેઓ સૌથી પહેલા લો ચૂકવશે. બાદમાં તેમની ઈચ્છા સારુ ઘર તૈયાર કરવાની છે. બાદમાં તેઓ ખેતીલાયક જમીન ખરીદશે, જેથી ખેતીનો વ્યવસાર આગળ વધારી શકે.

સતત પાંચમા દિવસે ઘટી પેટ્રોલની કિંમત, જાણો આજના રેટસતત પાંચમા દિવસે ઘટી પેટ્રોલની કિંમત, જાણો આજના રેટ

English summary
Mallikarjun a farmer who became millionaire because of onion
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X