For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

BSEમાં લિસ્ટેડ કંપનીઓનું બજાર મૂલ્ય રૂપિયા 100 કરોડે પહોંચશે

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 7 નવેમ્બર : સ્ટોક માર્કેટના સૂચકઆંક બીએસઇ સેન્સેક્સમાં દરરોજ નવી ઊંચાઇઓ સર કરવામાં જાણે સ્પર્ધા જામી હોય તેમ લાગે છે. આ દરમિયાન બીએસઇમાં લિસ્ટેડ કંપનીઓનું મૂલ્ય પણ રૂપિયા કરોડના આંકને પાર થાય તેવી શક્યતા છે એવું એક મીડિયા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.

હાલમાં બીએસઇ પર લિસ્ટેડ કંપનીઓની કુલ બજારમૂડી રૂપિયા 97,13,196 કરોડ છે જે રૂપિયા 100 લાખ કરોડના આંકડાથી માત્ર રૂપિયા 2.86 લાખ કરોડ દૂર છે.

investment-8

યુએસ ડોલરના સંદર્ભમાં જોવામાં આવે તો ડોલરનો ભાવ રૂપિયા 61.41 ગણતા બીએસઇ પર લિસ્ટેડ કંપનીઓનું કુલ બજારમૂલ્ય 1.58 ટ્રિલિયન ડોલર થાય છે. ભારતે સૌ પ્રથમ જૂન 2007માં ટ્રિલિયન ડોલર ક્લબમાં પ્રવેશ કર્યો હતો. પરંતુ સપ્ટેમ્બર 2008માં વૈશ્વિક મંદીના કારણે તેમાંથી નીકળી ગયું હતું.

મે 2009માં ફરી ટ્રિલિયન ડોલર (લાખ કરોડ) ક્લબમાં પ્રવેશ થયો હતો અને અમુક સમય બાદ કરતાં મોટા ભાગે તેમાં રહ્યું હતું. ઓગસ્ટ 2013માં તે ફરી યાદીમાંથી નીકળી ગયું હતું. ચાલુ વર્ષે સેન્સેક્સ 6,745 પોઇન્ટ અથવા 31.86 ટકા વધ્યો છે. ગઈકાલે ઇન્ડેક્સ 28,010ની અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટીને સ્પર્શ્યો હતો.

નિષ્ણાતોનું કહેવું છે કે નરેન્દ્ર મોદી સરકાર દ્વારા આર્થિક સુધારાની અપેક્ષા અને આરબીઆઇ દ્વારા વ્યાજદરમાં કાપની ધારણાએ સેન્સેક્સ સતત વધી રહ્યો છે.

હાલમાં એક લાખ કરોડ રૂપિયાથી વધારે બજારમૂલ્ય ધરાવતી કંપનીઓમાં ટીસીએસ, ઓએનજીસી, રિલાયન્સ ઇન્ડ, આઇટીસી, ઇન્ફોસિસ, એચડીએફસી બેન્ક, કોલ ઇન્ડિયા, એસબીઆઇ, આઇસીઆઇસીઆઇ બેન્ક, સન ફાર્મા, એચડીએફસી, એચયુએલ, એલ એન્ડ ટી, ભારતી એરટેલ, ટાટા મોટર્સ, વિપ્રો, એનટીપીસી, એચસીએલ ટેક અને એક્સિસ બેન્કનો સમાવેશ થાય છે. આઉટસોર્સિંગ કંપની ટીસીએસનું બજારમૂલ્ય સર્વોચ્ચ છે અને તે રૂપિયા 5,09,435 કરોડનું મૂલ્ય ધરાવે છે.

English summary
Market Valuation of BSE Listed companies Nears Rs 100 lakh crore Mark.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X