For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મારૂતિ ટૂંક સમયમાં લોન્ચ કરશે નવી કાર 'રીગલ'

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

regal
નવી દિલ્હી, 15 એપ્રિલ: હોંડા પોતાની પ્રથમ ડીઝલ કાર 'અમેજ'ને લોન્ચ કરી કાર બનાવનાર અન્ય કંપનીઓને મોં મોં આંગળા નાખવા પર મજબૂર કરી દિધી છે. જેથી હવે કાર નિર્માતા કંપનીઓ અમેજનો વિકલ્પ શોધી રહી છે.

પોતાની આ તૈયારી હેઠળ દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારૂતિ સુઝુકીએ નવી કાર 'રીગલ'ને લોન્ચ કરવા જઇ રહી છે. રીગલ મારૂતિની સૌથી વધુ વેચાનાર કોમ્પેક્ટ સેડાન ડિઝાનરનું નવું વેરિએન્ટ હશે.

કંપની રીગલને લિમિટેડ એડિશનમાં રજૂ કરશે અને તેની દિલ્હીમાં એક્સ શો રૂમ કિંમત 5.60 લાખ રૂપિયા હશે. બજારમાં તેનું ફક્ત પેટ્રોલ વર્જન જ ઉપલબ્ધ રહેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર રીગલ ભારતીય શોરૂમાં આગામી કેટલાક દિવસોમાં પહોંચી જશે. નવી કારમાં લેધર કવર્ડ ઇન્ટિરિયર, એડવાન્સ મ્યૂઝિક સિસ્ટમ અને રિયર પાર્કિંગ જેવા નવા ફિચર્સ હશે.

જો કે નવા વેરિએન્ટ રીગલને કંપની ડિઝાયરના પાંચ વર્ષ પુરાં થતાં લાવી રહી છે અને તેને જલદી જ લોન્ચ કરવાની આશા છે. જો કે મારૂતિ તેને અમેજની સાથે જ લોન્ચ કરવા માંગતી હતી.

મારૂતિ ઇન્ડિયા આ પહેલાં પણ અન્ય કાર કંપનીઓને ટક્કર આપવામાં સ્પેશલ એડિશન લાવી ચુકી છે. આ પ્રમાણે હુડઇ ઇઓન આવ્યા બાદ મારૂતિએ અલ્ટોના એક્સ પ્લોર વેરિએન્ટ રજૂ કર્યું હતું.

ડિઝાઇર મારૂતિ ઇન્ડિયાની સૌથી વધુ વેચાનાર કોમ્પેક્ટ સેડાન કાર છે. લોકોમાં ડિઝાયરની લોકપ્રિયતાનો અંદાજો તેનાથી લગાવી શકાય કે અત્યારે પણ 4 થી 8 મહિનાનું વેઇટિંગ ચાલી રહ્યું છે.

English summary
Fresh on the heels of the Honda Amaze launch, Maruti Suzuki India has announced its limited edition ‘Regal’. The car is the new variant of Maruti’s fast-selling Dzire.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X