For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખુશખબરી: મારૂતિ કારોના ભાવ વધારશે નહી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

જો તમે અન્ય વાહન નિર્માતાઓ દ્રારા કારોની કિંમતમાં કરવામાં આવેલા વધારાથી ચિંતિત છો તો આ સમાચાર તમારા માટે ખુશખબરી સમાન છે. જી હાં એક તરફ બધી વાહન નિર્માતા કંપની સામાન્ય બજેટમાં લેવામાં આવેલા નિર્ણય અને એક્સાઈઝ ડ્યુટીમાં વધારો થતાં વાહનોની કિંમતમાં વધારો થવા લાગ્યો છે ત્યારે દેશની સૌથી મોટી કાર કંપની મારૂતિ સુઝુકીએ ભાવ વધારો કરવાની મનાઇ કરી દિધી છે.

મારૂતિ સુઝુકીનું માનવું છે કે દેશનું ઓટોમોબાઇલ બજાર ઘણુ નરમ છે. પહેલાંથી જ વાહનોના વેચાણમાં નરમાઇ જોવા મળી રહી છે. ત્યારે આવા સમયે કારોની કિંમતમાં વધારો કરવામાં આવશે તો કારોનું વેચાણ પહેલાં કરતાં પણ ડગમગી જશે અને ઘટાડો નોંધાશે. મારૂતિ સુઝુકીના મેનેજિંગ એક્ઝિકેટિવ ઓફિસર (માર્કેટિંગ એન્ડ સેલ્સ) મયંક પારિખે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે કંપનીની કારોનું વેચાણ હાલમાં નરમ છે.

maruti-suzuki-car-price

આવા સમયે જો કારોના ભાવમાં વધારો કરવામાં આવશે તો મુશ્કેલીઓ વધી જશે. તેમને કહ્યું હતું કે ગત વર્ષોમાં પેટ્રોલ કારોની માંગ ઘટી છે ત્યારબાદ ડીઝલ કારોની માંગ વધવાને કારણે કંપની ડીઝલ કારોનું વધારેમાં વધારે ઉત્પાદન કરી નફો કમાઇ રહી હતી. પરંતુ હાલમાં ડીઝલમાં ભાવમાં વધારો થતાં ડીઝલની કારોની માંગ પણ ઘટી છે.

મયંક પરીખના અનુસાર ગત ચાર મહિનાઓમાં કંપની ડીઝલ કારોના વેચાણમાં લગભગ 5 ટકાનો ઘટાડો નોંધ્યો છે. કારોની ઘટતી જતી માંગને જોતાં મારૂતિ સુઝુકી પોતાની કારોની કિંમતમાં વધારો કરવાની યોજનાને હાલમાં સ્થગિત કરી દિધી છે. મારૂતિ સુઝુકીનો આ નિર્ણય ફક્ત કંપની માટે સારો નથી પરંતુ દેશના કેટલાય ગ્રાહકો જે મારૂતિની કારો ખરીદવાનો પ્લાન બનાવી રહ્યાં તેમને પણ રાહત મળશે.

English summary
Maruti Suzuki will not increase the price of cars. As per Maruti Suzuki, Due to Fuel price hike, company's sales is already is going down. That's why, we will not increase our cars price.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X