
McDonald's ના 160 રેસ્ટોરન્ટ બંધ થઇ શકે છે, આ છે કારણ
મેકડોનાલ્ડ્સ (McDonald's) ને અંતે સમગ્ર ભારતમાં તેમના વ્યવસાયને ચલાવવાની તક મળી ગઈ છે. મેકડોનાલ્ડ્સે જાહેરાત કરી છે કે તેણે તેમના ભૂતપૂર્વ ભાગીદાર વિક્રમ બક્ષી સાથે કરાર કર્યો છે. આ કરાર કોર્ટ સેટલમેન્ટની બહાર કરવામાં આવ્યો છે, જો કે મેકડોનાલ્ડ્સે આ કરાર માટે વિક્રમ બક્ષીને કેટલા પૈસા ચૂકવશે તે જાહેર કર્યું નથી. આ કરાર હેઠળ મેકડોનાલ્ડ્સે વિક્રમ બક્ષીના સંયુક્ત ઉદ્યમમાં સંપૂર્ણ હિસ્સેદારી ખરીદી લીધી છે. આ સંયુક્ત ઉદ્યમ હેઠળ, મેકડોનાલ્ડ્સના રેસ્ટોરન્ટ દેશના ઉત્તરીય અને પૂર્વીય ભાગમાં ચલાવી રહ્યા હતા. હવે મેકડોનાલ્ડ્સ આ આઉટલેટ્સના ભવિષ્યનો નિર્ણય કરશે.
વિક્રમ બક્ષી ચલાવી રહ્યો હતો મેકડોનાલ્ડ્સના 160 આઉટલેટ
વિક્રમ બક્ષીએ 1990 ની મધ્યમાં મેકડોનાલ્ડ્સનું પ્રથમ રેસ્ટોરન્ટ ખોલ્યું હતું અને ઉત્તરીય અને પૂર્વી ભારતમાં લગભગ 160 આઉટલેટ ખોલ્યા હતા. હવે આગામી અઠવાડિયામાં, મેકડોનાલ્ડ્સ ઇન્ડિયા 160 આઉટલેટ્સનું રિવ્યૂ કરશે. આ પછી, નક્કી કરવામાં આવશે કે આ આઉટલેટ્સમાં કેટલા ચાલશે અને કેટલા બંધ કરવામાં આવશે.
આ હતો વિવાદ
મેકડોનાલ્ડ્સ અને વિક્રમ બક્ષીનો લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે વિક્રમ બક્ષી સાથે કરાર કર્યા પછી કનાટ પ્લાઝા રેસ્ટોરેન્ટ પ્રા. લિ.(સીપીઆરએલ), હવે સંપૂર્ણ રીતે મેકડોનાલ્ડ ઇન્ડિયા પ્રા. લિ (એમઆઇપીએલ) અને તેના સહયોગીઓ મેકડોનાલ્ડ ગ્લોબલ માર્કેટ એલએલસીની થઇ ગઈ છે. કરાર હેઠળ મૅકડોનાલ્ડ ગ્લોબલ માર્કેટ (એમજીએમ) એ સીપીએઆરએલમાં 50 ટકા ઇક્વિટી હિસ્સો ખરીદ્યો છે. શરૂઆતથી જ આ ભાગીદારી બક્ષી અને તેમની સંબંધ ઈકાઈ પાસે હતી.
દેશના બે ભાગોમાં ચાલી રહ્યા હતા McDonald's ના રેસ્ટોરાં
સીઆરપીએલએ મેકડોનાલ્ડ્સના ઉત્તરીય અને પૂર્વી ભારતના રેસ્ટોરન્ટનું સંચાલન કર્યું. જો કે, કંપનીએ સોદાની રકમ જાહેર કરી નથી. અગાઉ, મેકડોનાલ્ડ્સ અને વિક્રમ બક્ષીએ સોમવારે નેશનલ કંપની લો અપીલ ટ્રિબ્યુનલ (એનસીએલએટી) ને કહ્યું હતું કે તેઓ તેમના પાંચ વર્ષના જૂના વિવાદને ઉકેલવા માટે કામ કરી રહ્યા છે.
આ પણ વાંચો: Paytm ટૂંક સમયમાં જ તેનું ડેબિટ કાર્ડ લોન્ચ કરવા જઈ રહ્યું છે