For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં મેડિકલ ડિવાઇસ ટેક પાર્ક સ્થપાશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 23 ડિસેમ્બર : નવા વર્ષમાં ગુજરાતને કેન્દ્ર સરકાર તરફથી નવી ભેટ મળી શકે છે. ગુજરાત મેડિકલ ટુરિઝમ માટે જાણીતું છે. હવે ગુજરાત મેડિકલ ડિવાઇસીસ મેન્યુફેક્ચરિંગ હબ બનવા તરફ આગળ વધવાનું છે.

આ દિશામાં કામ કરી રહેલી કેન્દ્ર સરકારે દેશમાં ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં મોખરાનું સ્થાન ધરાવતા ગુજરાતમાં એક્સ્લુઝિવ મેડિકલ ડિવાઇસિસ ટેક પ્લાન્ટ સ્થાપવા અંગે વિચારણા હાથ ધરી છે. આ અંગેની વિગતો ખાતર પ્રધાન અનંત કુમારે સોમવારે આપી હતી.

medical-1

ગુજરાતનાં મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ સાથેની મુલાકાતમાં કુમારે રાજ્યમાં રસાયણો, ખાતર અને ફાર્માસ્યુટિકલ્સ અંગેના વિવિધ પ્રોજેક્ટો અંગે ચર્ચા કરી હતી. સત્તાવાર નિવેદન મુજબ રસાયણ અને ખાતર મંત્રાલય અને રાજ્ય સરકારના અધિકારીઓનું સંયુક્ત કાર્યકારી જૂથ રચીને વિચારણા હેઠળના વિવિધ પ્રોજેક્ટોને આગળ લઈ જવામાં આવશે.

ગુજરાત ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં અગ્રેસર રહ્યું છે અને તે આ ક્ષેત્રમાં વિસ્તરણની દિશામાં વધુ પગલાં લઈ રહ્યું છે. આ ઉપરાંત તે મેડિકલ ડિવાઇસિસનો એક્સ્લુઝિવ ટેક પાર્ક સ્થાપવાની સંભાવના પણ તલાશી રહ્યું છે.

ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સાથે કેન્દ્રીય પ્રધાન અનંત કુમારે અમદાવાદ માટે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (એનઆઇપીઇઆર), દહેજ ખાતે પેટ્રોલિયમ, કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ ઇન્વેસ્ટમેન્ટ રિજન (પીસીપીઆઇઆર)ની સ્થાપનાનની યોજનાઓ અંગે ચર્ચા કરી હતી. આ ઉપરાંત બંને નેતાઓએ નવી રોકાણ નીતિ હેઠળ રાજ્યમાં ખાતરનો પ્લાન્ટ સ્થાપવા પર ચર્ચા કરી હતી.

English summary
Medical device tech park will be established in Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X