અહીં તમને ઇન્ટરનેટ પર સર્ચ કરવાના મળે છે પૈસા

Posted By:
Subscribe to Oneindia News

આમ તો આપણે દિવસમાં એક વાર તો ગૂગલ પર કંઇક ને કંઇક સર્ચ કરીએ જ છીએ. પણ તમને કેવું લાગે જ્યારે તમને કોઇ સર્ચ કરવા માટે પૈસા, કે રિવોર્ડ પોઇન્ટ આપે તો? જો ખરેખરમાં આવું થાય તો સર્ચ કરવાની પણ મજા આવે. પણ કંઇક આવું જ થઇ રહ્યું છે. હવે તમે સર્ચ કરવા પર રિવોર્ડ પોઇન્ટ મેળવી શકો છો અને આ પૈસાનો ઉપયોગ કરીને તમારા મનોરંજનની વસ્તુઓ મેળવી શકો છો. તો જાણો અહીં કેવી સર્ચ કરીને તમે પણ જીતી શકો છો રિવોર્ડ પોઇન્ટ....

attack

બિંગ પર છે આ રિવોર્ડ

સર્ચ કરવા પર રિવોર્ડ આપવાની આ પહેલ માઇક્રોસોફ્ટની તરફથી કરવામાં આવી છે. જો તમે માઇક્રોસોફ્ટના સર્ચ એન્જિન બિંગનો ઉપયોગ કરો છો અને કંઇક સર્ચ કરો છો તો આ કંપની તમને આપશે રિવોર્ડ પોઇન્ટ. જો કે હાલ તેની શરૂઆત ખાલી બ્રિટનમાં થઇ છે. માઇક્રોસોફ્ટે આવું એટલા માટે કર્યું છે કે તે ગૂગલ સર્ચ એન્જિનને ટક્કર આપી શકે.

કેવી રીતે મળળે રિવોર્ડ?

આ પોઇન્ટ ખાલી બે લેવલ પર મળશે પહેલા લેવલ પર 10 વેબ સર્ચ કરવાથી એક વ્યક્તિને આ પોઇન્ટ મળશે જ્યારે બીજા લેવલ પર 50 સર્ચ કરવાથી આ રિવોર્ડ પોઇન્ટ મળશે. કોઇ પણ યુઝરને વધુમાં વધુ 30 પોઇન્ટ મળશે. અને જો તમે માઇક્રોસોફ્ટ એપનો ઉપયોગ કરો છો તો તમને 60 પોઇન્ટ મળશે. જાણવા મળ્યું છે કે જલ્દી જ કંપની જર્મની, ફ્રાંસ અને કેનાડામાં પણ પોતાની આ સ્ક્રીમ શરૂ કરવાની યોજના બનાવી રહી છે.

English summary
Microsoft giving rewards who search through its search engine bing.
Please Wait while comments are loading...