ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો
પશ્ચિમ એશિયામાં ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચે વધતા જતા સૈન્ય તણાવની સીધી અસર હવે ભારતીય બજાર પર જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલની કિંમતોમાં ઉછાળો આવતા સ્થાનિક ઓઈલ કંપનીઓએ ઈંધણના ભાવમાં વધારો કરવાની ફરજ પડી છે.
ખાસ કરીને પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં વધારો ઝીંકવામાં આવતા મોંઘવારીનો સામનો કરી રહેલા સામાન્ય નાગરિકોને મોટો આંચકો લાગ્યો છે.

ભારતમાં સ્પીડ અને પાવર જેવા પ્રીમિયમ પેટ્રોલની કિંમતમાં પ્રતિ લીટર 2.09 રૂપિયાનો ધરખમ વધારો કરવામાં આવ્યો છે. અગાઉ જે પ્રીમિયમ પેટ્રોલ 111.68 રૂપિયામાં મળતું હતું, તેની કિંમત હવે વધીને પ્રતિ લીટર 113.77 રૂપિયા પર પહોંચી ગઈ છે.
નવો ભાવવધારો 20 માર્ચથી અમલી બની ગયો છે, જેના કારણે વાહન ચાલકોના ખિસ્સા પર આર્થિક બોજ વધશે.
વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડ તેલની કિંમત હાલમાં પ્રતિ બેરલ 105 ડોલરની આસપાસ ટ્રેડ કરી રહી હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે ભારતીય ક્રૂડ બાસ્કેટની કિંમત પણ વધીને 114 ડોલરના સ્તર પર પહોંચી જતા સ્થાનિક ભાવમાં વધારો અનિવાર્ય બન્યો છે.
હોર્મુઝ જળમાર્ગમાં સર્જાયેલી અસ્થિરતાને કારણે સપ્લાય ચેઈન ખોરવાઈ છે, જે તેલના ભાવ વધવા પાછળનું મુખ્ય કારણ માનવામાં આવે છે.
હોર્મુઝ સ્ટ્રેટ વિસ્તારમાંથી વિશ્વના કુલ ઓઈલ વેપારનો અંદાજે 20 ટકા હિસ્સો પસાર થાય છે, જ્યાં અત્યારે ભારે તણાવની સ્થિતિ છે. જો આ દરિયાઈ માર્ગ લાંબો સમય બંધ રહે તો આગામી દિવસોમાં ભારતમાં ઈંધણના ભાવ હજુ પણ વધી શકે તેવી ભીતિ છે.
હાલમાં માત્ર પ્રીમિયમ પેટ્રોલના ભાવ વધ્યા છે, પરંતુ ક્રૂડના વધતા ભાવ સામાન્ય પેટ્રોલ-ડીઝલની કિંમતો પર પણ અસર કરી શકે છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ












Click it and Unblock the Notifications
