For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોબાઇલ ટાવર રેડિયેશનની સીમા બમણી; સ્વાસ્થ્યને બમણું જોખમ

|
Google Oneindia Gujarati News

telecome
નવી દિલ્હી, 10 ઓગસ્ટ : કેન્‍દ્ર સરકારે એક માર્ગદર્શિકા થકી તમામ રાજયો, મોબાઇલ સેવા આપની કંપનીઓ અને દુરસંચાર વિભાગની ટર્મ સેલ માટે કેટલાક દિશાનિર્દેશો જાહેર કર્યા છે. આ દિશાનિર્દેશોમાં રેડિએશન રોકવા માટેની કોઇ વ્યવસ્થા અંગે સૂચના આપવામાં આવી નથી. સરકારે ટેલિકોમ કંપનીઓના હિતોને ધ્‍યાનમાં રાખવા રાજ્ય સરકારોને જ જરૂરી પગલા લેવા સૂચવ્યું છે.

મોબાઇલ ટાવરથી નીકળતા ખતરનાક રેડિએશન પરની તમામ ચિંતાઓને બાજુએ રાખીને ભારત સરકારે ઓપરેટરોના હિતની વ્યવસ્થા ઉભી કરી છે. સરકારે 3જી અને 4જી કનેકશનો માટે મોબાઇલ ટાવરોના રેડિએશનની સીમા બમણાથી વધુ કરવાનો નિર્ણય લીધો છે.

વર્તમાન સમયમાં દેશમાં 450 મિલિવોટ પ્રતિ વર્ગ મીટરની રેડીએશન સીમા છે. જે 3જી તથા 4જી ટાવરો માટે વધારીને 1000 મિલિવોટ પ્રતિ વર્ગમીટર કરી દેવામાં આવી છે. નવી સીમા પહેલી ઓગષ્ટથી અમલી બની ચૂકી છે. નિષ્‍ણાતોનું કહેવું છે કે આમ થવાથી હવે દેશભરમાં રેડિએશન વધશે કારણ કે હવે 3જી અને 4જી ઉપર જ ભાર રાખવામાં આવશે.

નવી ગાઇડલાઇનમાં ટાવર સાથે જોડાયેલી જનતાની સમસ્‍યાઓ એક રાજય સ્‍તરીય સમિતી ઉપર છોડી દેવામાં આવી છે. સમિતીમાં રાજયના વહીવટી અધિકારી, ટર્મ સેલ, ગણમાન્‍ય નાગરિકો અને ઓપરેટરના પ્રતિનિધિઓ સામેલ હશે. જીલ્લા સ્‍તરે પણ એક સમિટી બનાવવામાં આવશે. જેમાં પણ ઓપરેટરના પ્રતિનિધિ હશે. સૂત્રો જણાવે છે કે નવી ગાઇડલાઇનમાં લોકોની ચિંતાને અવગણવામાં આવી છે. મોબાઇલ ટાવર રેડિએશનથી કેન્‍સર સહિતના રોગો થઇ શકે છે.

English summary
Mobile tower radiation limit doubled; risk will double
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X