For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મૂડીએ 2019-20 માટે ભારતની જીડીપી ગ્રોથનું અનુમાન ઘટાડ્યું

ક્રેડિટ રેટિંગ એજન્સી મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસે વર્ષ 2019 ની ભારતની જીડીપી વૃદ્ધિ આગાહીને ઘટાડીને 6.2 ટકા કરી દીધી છે.

|
Google Oneindia Gujarati News

ક્રેડિટ રેટિંગ એજન્સી મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસે વર્ષ 2019 ની ભારતની જીડીપી વૃદ્ધિ આગાહીને ઘટાડીને 6.2 ટકા કરી દીધી છે. એજન્સીએ અગાઉ જીડીપી વૃદ્ધિદર 6.8 ટકા રહેવાની આગાહી કરી હતી, જે હવે 0.6 ટકાથી ઘટાડીને 6.2 કરવામાં આવી છે. અર્થતંત્રમાં નરમાઈ અને વ્યવસાયમાં અસ્પષ્ટતાને જીડીપી પર નકારાત્મક અસર માટે જવાબદાર ઠેરવવામાં આવી છે.

Moodys

મૂડીઝે વર્ષ 2020 માટે જીડીપી ગ્રોથનું અનુમાન 0.6 ટકા ઘટાડીને 6.7 ટકા જીડીપી વૃદ્ધિની આગાહી પણ કરી છે. અગાઉ તે 7.3 ટકા રહેવાનો અંદાજ હતો, જે હવે ઘટાડવામાં આવ્યો છે. મૂડીઝ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં, નબળા વૈશ્વિક અર્થતંત્રએ એશિયન નિકાસને અસર કરી છે અને અનિશ્ચિત વાતાવરણને કારણે રોકાણ ઘટાડ્યું છે, આ પાછળનું કારણ છે.

છેલ્લા કેટલાક દિવસોમાં ભારતીય અર્થવ્યવસ્થામાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘણા ક્ષેત્રો ખરાબ રીતે અસરગ્રસ્ત છે. ઓટો સેક્ટરમાં વેચાણમાં ભારે ઘટાડો થવાને કારણે કંપનીઓ કર્મચારીઓને છુટા કરી રહી છે.

અર્થવ્યવસ્થાની સ્થિતિ વિશે, નીતિ આયોગના વાઇસ ચેરમેન રાજીવ કુમારે કહ્યું છે કે, આજે આખી નાણાકીય વ્યવસ્થા જોખમમાં છે અને છેલ્લા 70 વર્ષમાં આવી સ્થિતિ સામે આવી નથી. કોઈ પણ ખાનગી ક્ષેત્રમાં ધિરાણ આપવા તૈયાર નથી. નોટબંધી અને જીએસટી પછી રોકડ સંકટ વધ્યું છે. મંદીની સ્થિતિ એવી છે કે આજે કોઈ પણ વ્યક્તિ ઉપર વિશ્વાસ કરી રહ્યો નથી. તે માત્ર સરકારી અને ખાનગી ક્ષેત્રની વાત નથી. ખાનગી ક્ષેત્રમાં આજે કોઈ બીજાને લોન આપવા માંગતું નથી.

આ પણ વાંચો: નીતિ આયોગના VC બોલ્યા- 70 વર્ષમાં પહેલીવાર ઈકોનોમી તળિયે બેઠી, GST જવાબદાર

English summary
Moody's lowers India GDP growth forecast to 6.2 percent from 6.8 percent for 2019
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X