દુનિયાના ધનિકોની યાદીમાં મુકેશ અંબાણી 18મા સ્થાને

mukesh-ambani
હ્યુસ્ટન, 3 જાન્યુઆરી : ભારતીય બિઝસેનમેન મુકેશ અંબાણી દુનિયાના 18મા સૌથી ધનિક વ્યક્તિ છે. બ્લૂમબર્ગ બિલેનિયર ઇન્ડેક્સની તરફથી જાહેર કરવામાં આવેલા દુનિયાના સૌથી ધનિક 100 લોકોમાં મુકેશ અંબાણીને 18મું સ્થાન મળ્યું છે. મુકેશ અંબાણીની સંપત્તિ 24.7 બિલિયન ડોલરને આંકી ગઇ છે. મેક્સિકોના ટેલિકોમ્યુનિકેશન વ્યસાયી કાર્લોસ સ્લિમ દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યાં છે જેમની સંપત્તિ 70 બિલિયન ડોલર છે.

રિલાયન્સ ઇન્ડ્રસ્ટ્રિઝના ચેરમેન અને એમડી 55 વર્ષના મુકેશ અંબાણીએ સતત છઠ્ઠી વખત આ યાદીમાં પોતાનું સ્થાન યથાવત રાખ્યું છે. આ વખતે તેમને 19મા સ્થાનેથી આગળ વધતાં 18મું સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેમની વ્યક્તિગત આવક 21 બિલિયન ડોલરથી વધીને 24.7 બિલિયન ડોલર થઇ ગઇ છે.

માઇક્રોસોફ્ટના સંસ્થાપક ગેટસ અને ફેશન રિટેલર જારાના સંસ્થાપક એમાંસિયો ઓર્ટેગાએ ટોપ થ્રીમાં જગ્યા બનાવી લીધી છે. બંનેની સંપત્તિ 60 બિલિયન ડોલરથી વધુ છે. જાણીતા રોકાણકાર વોરેન બફેટ ચોથા સ્થાને સરકી ગયા છે, પરંતુ તેમને 2012માં 5 બિલિયન ડોલરની સંપત્તિ જોડી હતી. આઇકિયા સંસ્થાપક ઇંગવાર કમ્પાડ 40 બિલિયન ડોલર સાથે પાંચમા સ્થાને છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X