For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુકેશ અંબાણી બન્યા નાના, ઈશા અંબાણીએ આપ્યો જોડિયા બાળકોને જન્મ

દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી નાના બની ગયા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી નાના બની ગયા છે. મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીએ શનિવારે જોડિયા બાળકોને જન્મ આપ્યો છે. તેમાં એક દીકરો અને દીકરી છે. મીડિયા નિવેદનમાં જણાવવામાં આવ્યુ છે કે માતા ઈશાની સાથે બંને બાળકો પણ સ્વસ્થ છે. બેબી ગર્લનુ નામ આદ્યા અને બેબી બૉયનુ નામ કૃષ્ણા રાખવામાં આવ્યુ છે.

પીરામલ ગ્રૂપના આનંદ પીરામલ સાથે થયા હતા લગ્ન

પીરામલ ગ્રૂપના આનંદ પીરામલ સાથે થયા હતા લગ્ન

ઈશા અંબાણીના લગ્ન પીરામલ સમૂહના આનંદ પીરામલ સાથે થયા છે. સમગ્ર અંબાણી પરિવારમાં ખુશીનો માહોલ છે. તમને જણાવી દઈએ કે ઈશા અંબાણીના લગ્ન 12 ડિસેમ્બર, 2018ના રોજ હેલ્થકેર બિઝનેસ ગ્રુપ પિરામલના માલિક અજય પિરામના પુત્ર આનંદ પિરામલ સાથે થયા હતા. આનંદ પિરામલ રાજસ્થાનથી છે. તેમના લગ્ન દેશના સૌથી મોંઘા લગ્નોની યાદીમાં સામેલ છે. જેમાં દેશ, બૉલિવુડ અને દુનિયાભરની અનેક પ્રતિષ્ઠિત હસ્તીઓ સામેલ થઈ હતી.

મુકેશ અંબાણીએ ઈશાને રિટેલની કમાન સોંપી

મુકેશ અંબાણીએ ઈશાને રિટેલની કમાન સોંપી

થોડા મહિના પહેલા જ મુકેશ અંબાણીએ દીકરી ઈશા અંબાણીના હાથમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના રિટેલ કારોબારની કમાન સોંપી હતી. રિલાયન્સની 45મી એજીએમમાં મુકેશે સમૂહના રિટેલ બિઝનેસ ચીફ તરીકે ઈશાનો પરિચય કરાવ્યો. મુકેશ અંબાણીએ આ જાહેરાત સાથે પિતૃસત્તાક સમાજને અરીસો બતાવ્યો છે. ઉદ્યોગપતિએ સ્પષ્ટ કર્યુ હતુ કે તેમના વ્યવસાયના વિભાજનમાં પુત્રીનો એટલો જ અધિકાર છે જેટલો બે પુત્રો અનંત અને આકાશનો છે. મુકેશ અંબાણીએ ઈશાને રિટેલની કમાન સોંપી અને નાના પુત્ર અનંતને એનર્જી બિઝનેસનો હવાલો સોંપ્યો. મોટા પુત્ર આકાશને પહેલાથી જ ગ્રુપની ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

ઈશાને બનવુ હતુ શિક્ષક

ઈશાને બનવુ હતુ શિક્ષક

ઉલ્લેખનીય છે કે મુકેશ અંબાણીને બે દીકરા અને એક દીકરી છે. જેમાં મોટો દીકરો આકાશ અને ઈશા જોડિયા છે. ઈશાનો જન્મ 23 ઓક્ટોબર 1991ના રોજ થયો હતો. ઈશા અંબાણીએ મુંબઈની ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. ત્યારબાદ તે ઉચ્ચ શિક્ષણ માટે અમેરિકા ગઈ હતી. ત્યાં યેલ યુનિવર્સિટીમાંથી સાઈકોલૉજીનો અભ્યાસ કર્યો. ત્યારબાદ સ્ટેનફોર્ડ ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ બિઝનેસથી એમબીએનો અભ્યાસ કર્યો. શરુઆતમાં ઈશાનુ સપનુ શિક્ષક બનવાનુ હતુ પરંતુ સમય વીતવા સાથે આજે બિઝનેસની દુનિયામાં તે આગળ વધી રહી છે.

નોકરીથી કરી કરિયરની શરુઆત

નોકરીથી કરી કરિયરની શરુઆત

ઈશાએ અમેરિકામાં મેકિન્સે એન્ડ કંપનીમાં બિઝનેસ એનાલિસ્ટ તરીકે નોકરી શરુ કરી હતી. 2014માં ઈશા અંબાણીને રિલાયન્સ રિટેલ અને રિલાયન્સ જિયોના બોર્ડમાં સામેલ કરવામાં આવી હતી. 2016માં ફેશન પોર્ટલ Ajio લૉન્ચ કરવાનો શ્રેય તેના ફાળે છે. ઉલ્લેખનીય છે કે મુકેશ અંબાણી કહી ચૂક્યા છે કે ટેલિકૉમ કંપની રિલાયન્સ જિયો લૉન્ચ કરવા પાછળ પ્રેરણા ઈશા અંબાણીની હતી. ઈશાને પિયાનો વગાડવા અને ફૂટબૉલ રમવાનો અને લક્ઝરી કારોનો શોખ છે. તેના કાર કલેક્શનમાં રેંઝ રોવર, પૉર્શ, મર્સિડીઝ બેંઝ, મિની કૂપર, બેંટલો જેવી બ્રાંડ સામેલ છે.

English summary
Mukesh Ambani became maternat grandfather as Isha Ambani gave birth to twins
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X